કતારગામમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, વિડીયો ઉતારી બ્લેક્મેલિંગથી 1.26 કરોડ પડાવ્યા- આરોપીઓ છે માથાભારે રીઢા ગુનેગાર

Published on: 11:51 am, Thu, 1 April 21

સુરતમાં અવાર-નવાર બ્લેક્મેલિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આઇવ જ એક ઘટના કતારગામના 20 વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી તેનો વીડિયો ઉતારી ધંધો કરવાના બહાને બ્લેક મેઇલ કરી 1.26 કરોડ પડાવી લેનાર 10 લોકોની ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂ.દોઢ કરોડ જેવી રકમ આવી હતી. આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થઇ હતી. જેથી જયદિપે આ નાણા પડાવવા માટેનો પ્લાન ધડી કાઢ્યો હતો. તેણે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને યુવક પાસે કરોડો રૂપિયા આવ્યા હોવની જાણ કરી હતી.

બાદમાં લાખા તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયાએ યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ ટોળકી યુવકને ધંધાના બહાને એક દુકાનમાં લઇ ગયા હતા. ત્યાં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું.

આ સમયે હાજર અન્ય સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતા. આ વીડિયો વહેતો કરી દેવાની ધમકી આપીને ધંધાના નામે આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે રૂ.1,26,50000 પડાવી લીધા હતા. યુવક ચુપચાપ ઘરમાંથી પૈસા લાવી ટોળકીને આપતો.

આ ઉપરાંત, 7 મોબાઇલ અને 1 વોચ પડાવી લીધી હતી. છતાં ટોળકી યુવક પાસે 30 લાખની માંગણી કરતી હતી. પણ હવે યુવક પૈસા આપી શકે તેમ ન હતો. બે દિવસ રહેલા પિતાએ તપાસ કરતા ઘરમાંથી રૂપિયા ગાયબ થયા હતા. જ્યારે યુવકને પિતાએ પુછતા તેણે સઘળી હકિકત જણાવી હતી. આખરે યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા ઉર્ફે ભરત સાટિયા, કરણ ત્રિવેદી અને જયદિપ ટાંકની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.