માનવતાની મહેકથી મહેકી ઉઠ્યું પાટણ પંથક, મહિલાના ખાતામાં ભૂલથી આવી ગયેલા આર્મી જવાનના 1.80 લાખ રૂપિયા પરત કર્યા

પાટણ (Patan) માં રહેતા સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલા એક મહિલાના ખાતામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ‘ફોન પે’માં રૂપિયા 1 લાખ 80 હજાર જમા થયા…

પાટણ (Patan) માં રહેતા સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલા એક મહિલાના ખાતામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ‘ફોન પે’માં રૂપિયા 1 લાખ 80 હજાર જમા થયા હતા. જાણવા મળ્યું કે, આ પૈસા દેશની રક્ષા કરતા આર્મી જવાનના હતા. જે ભૂલથી મહિલાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ત્યારે મહિલાએ પોલીસની હાજર રાખી આર્મીના જવાનને રુપિયા પાછા આપી માનવતાનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, પાટણ શહેરમાં મોટી સરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર સાધનાબેન માધવલાલ પરમાર ઉ. 44 જેમના મોબાઈલ નંબર ઉપર 12 ઓક્ટોબરના દિવસે ફોન પે ઉપર પ્રથમ 50 હજાર રૂપિયા બેન્કના ખાતામાં જમા થયા હતા. ત્યારપછી 50 હજાર અને 80 હજાર એમ કુલ મળીને 1 લાખ 80 હજાર અજાણ્યા નંબર ઉપરથી સાધનાબેનના બેંક ખાતામાં જમા થયા હતા.

આ બાબતે સાધનાબેને જણાવ્યું હતું કે, તેમના મોબાઈલ નંબર પર પૈસા માટે ફોન આવ્યો હતો. તેથી તેમને આ પૈસા અંગેની ખાત્રી ન થતા તેમને ફોન બંધ કરી દીધો હતો. આ ભૂલથી આવેલ મૂળ પૈસાના માલિક હરિયાણાના વતની અને આર્મીમાં નોકરી કરતા જવાન રમેશ, પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે તેમના ધરે આવ્યાં હતા.

ત્યારે દેશની રક્ષા કરતા આર્મી જવાનના જ પૈસા હોવાની ખાતરી કરી પોલીસની હાજરીમાં જ તેમના ખાતામાં ભૂલથી જમા થયેલા કુલ 1 લાખ 80 હજાર આર્મી જવાનને પરત ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યાં હતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું . શાંતિપૂર્ણ રીતે પૈસા પરત મળી જતા આર્મી જવાના ચહેરા ઉપર ખુશી છલકાઈ આવી હતી. આર્મી જવાન સાધનાબેનનો આભાર વ્યક્ત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *