કોરોનાગ્રસ્ત 1 વ્યક્તિ આટલા હજાર લોકો માં ફેલાવી શકે છે વાઈરસ. જાણો વિગતે

એક અનુભવી ડોક્ટર એ કહ્યું છે કે, કોરોના વાયરસથી પીડિત વ્યક્તિ 59000 લોકોને સંક્રમિત કરી શકે છે. લંડન યુનિવર્સિટી કોલેજ ના પ્રોફેસર ડો.હ્યુ મોન્ટગોમરીએ કહ્યું…

એક અનુભવી ડોક્ટર એ કહ્યું છે કે, કોરોના વાયરસથી પીડિત વ્યક્તિ 59000 લોકોને સંક્રમિત કરી શકે છે. લંડન યુનિવર્સિટી કોલેજ ના પ્રોફેસર ડો.હ્યુ મોન્ટગોમરીએ કહ્યું છે કે, કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી લોકોને સંક્રમણ કરવાવાળો વાયરસ છે.

ડો.હ્યુ મોન્ટગોમરીએ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે કે, કઈ રીતે આ વાઇરસ એક સંક્રમિત વ્યક્તિ માંથી હજારો લોકોમાં ફેલાઇ શકે છે. તેમણે લોકોને નિયમોનું અમલ કરવા માટે પણ અપીલ કરી છે.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, જો આ સામાન્ય વાયરસ હોત તો 1.3 થી1.4 વ્યક્તિને સંક્રમિત કરી શકે. વાઇરસને કારણે સંક્રમિત વ્યક્તિ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે અને જ્યારે આગળ દેશ વખત સંક્રમિત ચક્ર ચાલતુ રહે તો ઘણા લોકો આ વાઇરસની ઝપેટમાં આવી શકે છે.

હ્યુએ કોરોના વાયરસની તુલના ફ્લૂ સાથે કરી અને તેના ભય વિશે ચેતવણી આપી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ એક વ્યક્તિથી સરેરાશ 3 જેટલા માણસોમાં ફેલાય છે.હ્યુએ કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ એકથી ત્રણ વ્યક્તિઓને થઈ શકે છે અને જો તે 10 સ્તરોમાં પ્રગતિ કરે, તો પછી 59,000 લોકોને ચેપ લાગવાનું જોખમ છે.

જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, ભારતમાં અત્યાર સુધીમાં 566 કેસ મળી આવ્યા છે. આમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 46 લોકો સાજા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *