ગુજરાતના 111 તાલુકામાં કમોસમી વરસાદે એટલું નુકશાન કર્યું છે કે… પાણીના નહિ પણ લોહીના આંસુએ ખેડૂતોને રડાવશે વરસાદ

વરસાદ (rain): ગુજરાતના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસી…

વરસાદ (rain): ગુજરાતના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગીર-ગઢડા અને ઉનામાં 1થી 4 ઇંચ વરસાદ ગા જવીજ સાથે તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. સનખડા ગામ જે મરચાંના હબ તરીકે ગણાય છે તેમાં પાણીમાં મરચાં વહેતાં થયાં હતાં.

કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. વધુ પાંચ દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વવારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે ભારે વરસાદ વરસશે જેવી સંભાવના છે. સાથે સાથે કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આફતરૂપી માવઠાનો વરસાદ વીજળીના પ્રચંડ કડાકાભડાકા અને તેજ પવન સાથે વરસ્યો હતો. જાણે ચોમાસું રિટર્ન થયું હોય તેમ ઉના પંથકમાં 1થી 4 ઈંચ વરસાદ ખાબકયો હતો. વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મરચાંના હબ ગણાતા ઉના તાલુકામાં આવેલા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાંને ખુબજ નુકસાન થયું હતું.

​​​​​​જાફરાબાદમાં આવેલા દુધાળા અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી પડતાં ઘરવખરી બળી ગઈ હતી. તાલાલામાં કેસર કેરી સહિત અન્ય સ્થળોએ ઊભા પાકને કમોસમી વરસાદને કારણે ખુબજ નુકસાન થયું હતું. ઉના,ગીર અને ગઢડા પંથકમાં 1થી 4 ઈંચ વરસાદ પડતાં ખેતી પાક ઉપરાંત માછીમારોને પણ ખુબજ નુકસાન થયું છે.

સાબરકાંઠા જિલ્લામાં 17 માર્ચને શુક્રવારે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી અને આઠમાંથી પાંચ તાલુકામાં, જેમાં     અને હિંમતનગર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ 18 માર્ચને શનિવારે જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો અને 3 મીમીથી લઈને 47 મીમી સુધી વરસાદ વરસ્યો હતો.

19 માર્ચના રવિવારે સાંજે અને રાત્રિ દરમિયાન આઠમાંથી ત્રણ તાલુકામાં, જેમાં પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં વરસાદ નોધાયો છે. આમ ત્રણ દિવસમાં સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં જેમાંતલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 3 મીમીથી લઈને 47 મીમી સુધી વરસાદ વરસ્યો હતો.

ખેડબ્રહ્મામાં 4 મીમી, તલોદમાં 29 મીમી, ઇડરમાં 20 મીમી, પ્રાંતિજમાં 19 મીમી, વડાલીમાં 8 મીમી, વિજયનગરમાં 32 મીમી  હિંમતનગરમાં 57 મીમી અને પોશીનામાં 09 મીમી વરસાદ નોંધાયો છે. માવઠાને લીધે શાકભાજીના ભાવમાં 50 ટકાથી પણ વધુનો ભાવવધારો નોંધાયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *