ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

20 જવાનોની શહીદીની વાત સાંભળી બાળકો ચીન સામે લડવા બોર્ડર તરફ નીકળ્યા અને પછી જે થયું…

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે 16 જુને રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. લદ્દાખની 14 હજાર ફૂટ ઉંચી ગાલવાન ખીણમાં વિશ્વના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશ વચ્ચે આ અથડામણ થઈ હતી. ગાલવાન વેલી તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 41 દિવસથી બોર્ડર પર તણાવ હતો. તેને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, 15 જૂનની સાંજથી તણાવ વધ્યો હતો. ભારતીય સેના વાટાઘાટો કરવા ગઈ હતી, પરંતુ ચીની સેનાએ અચાનક હુમલો કર્યો હતો.

લદ્દાખ સીમા ઉપર બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના શહીદ થયેલા 20 જવાનો માટે દેશભરના લોકોમાં ગુસ્સો છે. આ કડીમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની મોતનો બદલો લેવા માટે 10 બાળકો ચીન સામે લડવા નિકળી પડ્યા.

મળતી માહિતી અનુસાર, રસ્તામાં પોલીસે તેમને રોકીને પાછા મોકલી દીધા. માસૂમ બાળકોની દેશભક્તિ અને પ્રેમની ભાવનાને જોતા પોલીસકર્મીઓએ તેમના જુસ્સાને સલામ કર્યો છે.  જિલ્લાના ગભાના પોલીસ ક્ષેત્રના અમરદપુર ગામના રહેનારા 10 બાળકોએ ચીન સામે ભારતીય જવાનોની મોતનો બદલો લેવાનું નક્કી કર્યું. તેના માટે તેઓ ભેગા થઈ ચીન સામે લડવા માટે નિકળી પડ્યા. પણ દોરૂ મોડ પર પોલીસે આ દરેક બાળકોને રોક્યા અને તેમને સમજાવીને પાછા ઘર મોકલી દીધા. આ મામલો ગુરુવારનો છે. પણ હાલમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના અલીગઢના આ 10 બાળકો રસ્તા પર દોડતા જઈ રહ્યા હતા. લોકોને લાગ્યું કે કંઇક ઘટના બની છે. આ સંબંધમાં પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસે દોરૂ ગામની પાસે બાળકોને રોક્યા અને તેમને દોડવાનું કારણ પૂછ્યું. બાળકોએ જવાબ આપતા કહ્યું કે, ભારત અને ચીન બોર્ડર પર શહીદ થયેલા આપણા જવાનોની મોતનો બદલો લેવા માટે જઈ રહ્યા છે.

બાળકોએ કહ્યું કે, ચીનની સેનાએ આપણા જવાનોને છેતરીને માર્યા છે. આપણા જવાનોની શહીદીનો બદલો લેશું. આ વાત સાંભળતા જ પોલીસકર્મી પોતે પણ ચોંકી જાય છે. જેમ તેમ પોલીસ બાળકોને સમજાવીને ગામ મોકલી આપે છે. હવે સોશિયલ મીડિયા પરર લોકો આ બાળકોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ બાળકો સામે ન કોઈ શસ્ત્રો હતા, ન તો કોઈ અન્ય સામાન. પણ તેમની હિંમત અને દેશભક્તિ જ તેમનો જુસ્સો છે. જેને લઈ તેઓ નિકળી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: