દિવાળી પહેલા બજારોમાં જોવા મળી રોનક: એક જ દિવસમાં વડોદરાવાસીઓએ એટલી ખરીદી કરી કે, આંકડો જાણીને… 

Published on Trishul News at 12:41 PM, Mon, 25 October 2021

Last modified on October 25th, 2021 at 12:41 PM

વડોદરા: આગામી 1 નવેમ્બરથી દિવાળી (Diwali) ના તહેવારો (Festivals) ની શરૂઆત થઈ રહી છે ત્યારે આની પહેલાં જ ગઈકાલે એટલે કે, 24 ઓગસ્ટના રોજ રવિવારે વડોદરા શહેર (Vadodara City) ના ચાર દરવાજા વિસ્તારમાં દિવાળીની ખરીદીની ભારે ભીડ જોવા મળી હતી. મંગળબજાર, એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચોખંડી, નવાબજાર સહિતનાં બજારોમાં સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

જયારે બજારમાં રોનક વધતાં વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની શક્યતા સેવાઈ રહી છે. રવિવારના રોજ વડોદરા શહેર, જિલ્લો ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ,ખેડા સહિતના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવી ગયા હતા.

એક અંદાજ પરમેન રવિવારે ફક્ત ચાર દરવાજા વિસ્તારમાં જ અંદાજે 15 કરોડનું વેચાણ થયું હોવાનું વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશ પરીખે કહ્યું હતું.અહીં નોંધનીય છે કે, કોરોના મહામારીમાં પાછલા વર્ષે દિવાળી ફિક્કી રહી હતી ત્યારે કોરોનાના કેસ ખુબ ઓછા થતાં સરકાર તરફથી છૂટછાટ મળતાં આ વર્ષે દિવાળીમાં રોનક આવી છે.

ભીડ ઊમટી પડતાં માર્ગો પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં:
ગઈકાલે એટલે કે, રવિવારે દિવાળીની ખરીદી માટે શહેરીજનો ચાર દરવાજા સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઉમટી પડ્યા હતાં કે, જેને કારણે પદ્માવતી કોમ્પ્લેક્સ, એમજી રોડ સહિતના શહેરના અનેકવિધ વિસ્તારમાં ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, ચંદી પડવાના દિવસ પહેલા જ સુરત શહેરમાં પણ ઘારીની દુકાનો પર લાઈન લાગી હતી. ચંદી પડવા માટે માત્ર સુરતમાં જ દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ રહ્યું હતું. જો કે, ચંદી પડવા પહેલાં જ શહેરમાં અંદાજે 1.30 લાખ કિલો ઘારીનું વેચાણ થઈ ચુક્યું હતું. અંદાજે 8.06 કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ હતી.

શહેરમાં 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી ફક્ત એક જ દિવસમાં વેચાઈ હતી. જયારે બીજી તરફ આ વર્ષે મીઠાઈની દુકાનોમાં શુગર ફ્રી ઘારી વધુ વેચાઈ હતી. અત્યાર સુધીમાં શહેરની બધી મીઠાઈ શોપ મળીને લગભગ 10,000 કિલો જેટલી શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "દિવાળી પહેલા બજારોમાં જોવા મળી રોનક: એક જ દિવસમાં વડોદરાવાસીઓએ એટલી ખરીદી કરી કે, આંકડો જાણીને… "

Leave a comment

Your email address will not be published.


*