“પ્રેમની કોઈ ઉંમર નથી હોતી” 100 વર્ષના આ વૃદ્ધ જોડાએ કર્યા લગ્ન. જાણો દોસ્તીથી કેવીરીતે થયો પ્રેમ ?

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

પ્રેમની કોઈ પરિભાષા હોતી નથી,અને ના તો પ્રેમ કરવાની કોઈ ઉંમર હોય છે. આ ઉદાહરણને અમેરિકાના એક કપલે સાચુ કરી દીધુ છે.  આ કપલ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

ત્યારબાદ બંનેએ આખરે લગ્ન કરી લીધા હતા.  જણાવી દઈએ કે, અમે જે કપલની વાત કરી રહ્યા છીએ તેઓ 20 કે 25 વર્ષનાં વયસ્ક નથી, પરંતુ 100 વર્ષનાં વૃદ્ધ છે. આ કપલ અમેરિકાના ઓહિઓ શહેરમાં રહે છે.

Loading...

તેમાં જૉનની ઉંમર 100 વર્ષની છ. અને તેમના પત્ની ફીલીસની ઉંમર 102 વર્ષ છે. તેમની મુલાકાત ગયા વર્ષે એક કાર્યક્રમમાં થઈ હતી. ત્યારે બંને એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. ડેટ કરતાં કરતાં દોસ્તી થઈ ગઈ અન દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બંને વૃદ્ધ દંપત્તિએ લગ્ન કરી લીધા હતા.

હકીકતમાં જૉન આર્મીમાં હતા અને તેમણે બીજા વિશ્વયુદ્ધમાં લડાઈ કરી હતી. લગભગ 10 વર્ષ પહેલાં તેમની પત્નીનું નિધન થયુ હતુ. જ્યારે બીજી તરફ ફિલીસના પતિનું પણ 15 વર્ષ પહેલાં અવસાન થયુ હતુ.

બંને વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વીતાવી રહ્યા હતા. જ્યારે 102 વર્ષીય ફિલીસની મુલાકાત જૉન સાથે થઈ ત્યારે તે વર્જીનિયામાં રહેતા હતા. ફિલીસ આ વર્ષે જ 8 ઓગષ્ટે 103 વર્ષનાં થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.