નવા પરણેલાએ દિવસમાં કેટલી વખત સેક્સ કરવું જોઈએ? એક્સપર્ટએ આપ્યો આવો જવાબ

મુંબઈની એક પરણિત યુવતીને સવાલ છે કે, તેની ઉંમર 28 ની છે અને તેના પતિની ઉમર પણ એટલી જ છે. તેઓએ ગયા ઑક્ટોબરમાં લગ્ન કર્યાં…

મુંબઈની એક પરણિત યુવતીને સવાલ છે કે, તેની ઉંમર 28 ની છે અને તેના પતિની ઉમર પણ એટલી જ છે. તેઓએ ગયા ઑક્ટોબરમાં લગ્ન કર્યાં એટલે એ રીતે તેમના લગ્નને ૭ મહિના થયા છે, એમ છતાં તેમના બન્ને વચ્ચે સેક્સની બાબતમાં કેટલીક વાર બહુ સિરિયસ કહેવાય એવો ઝઘડો થાય છે, જેનો મુખ્ય ટૉપિક હોય છે કે તેઓ વીકમાં કેટલી વાર સેક્સ કરે છીએ? તેમના હસબન્ડને રાતના સમયે બે વાર અને વહેલી સવારે ફરીથી એક વાર રિલેશન બાંધવું હોય છે અને તે એવું માને છે કે નવાં-નવાં લગ્નમાં સેક્સ મૅક્સિમમ થવું જોઈએ. ખરેખર કેટલી વાર સેક્સ થાય તો નૉર્મલ કહેવાય?

આ મૂંઝવણના જવાબમાં એક્સ્પર્ટ કહે છે કે, પહેલાં આપણે થોડી જૂની વાતો જાણીએ. ફ્રેન્ચ નૉવેલિસ્ટ સાઇમેનોએ એવું જાહેર કર્યું હતું કે તેણે 10000 મહિલાઓ સાથે શારીરિક રિલેશન બાંધ્યા હતા તો ફિલોસૉફર ઇમૅન્યુઅલ કાન્ટે પોતાની આખી લાઇફ દરમ્યાન ક્યારેય કોઈ સાથે જાતીય સબંધ બાંધ્યા નહોતા.

આવા બીજા અનેક દાવાઓ ઇતિહાસમાં છે અને એની નોંધ પણ કરવામાં આવી છે. સામાન્યપણે પુરુષ અને મહિલા અઠવાડિયામાં બેથી પાંચ વાર સેક્સ રીલેશનથી જોડાતાં હોય છે, પણ આ સામાન્ય વાત છે. મેરેજ લાઇફની શરૂઆતમાં દિવસમાં બેથી ત્રણ વાર રિલેશનશિપ માટે મન થવું સ્વાભાવિક છે અને એમાં કોઈ અસામાન્યતા આવતી નથી, પણ એવો કોઈ નિયમ નથી એટલે એ આંકડાને પણ પકડીને બેસવું યોગ્ય નથી.

સંભોગથી જોડાવું એના કરતાં વધારે મહત્ત્વનું છે સંતોષ મેળવવા માટેની રિલેશનશિપથી જોડાવું. જો તમને આનંદ આવતો હોય, કોઈ જાતનું દર્દ કે દુખ ન થતું હોય કે પછી કોઈ જાતની બીજી તકલીફ ન હોય તો પતિ સાથે આગળ વધો, અન્યથા તમે તેને સમજાવો કે અહીં કોઈ પ્રકારનો દેશી હિસાબ ચાલતો નથી. અરેન્જ મૅરેજ હોય તો ઘણી વાર એવું પણ બને કે વાઇફ અઠવાડિયાંઓ સુધી રિલેશન માટે માનસિક તૈયાર ન હોય. એના કરતા સારું છે કે બન્ને આ મુદ્દા પર વાત કરો અને જરૂર લાગે તો તેમને આ વાત પણ જણાવો.

23 વર્ષના એક અપરિણીત યુવકને આઠેક વર્ષથી મૅસ્ટરબેશન(શિશ્ન હલાવવું)ની આદત છે. તેની મૂંઝવણ જણાવતા તે કહે છે કે ક્યારેક તો હું દિવસમાં એકથી વધુ વાર કરું છું. મારે બે-ત્રણ ગર્લફ્રેન્ડ સાથે શારીરક સંબંધ છે. હું તેની સાથે સેક્સ કરું ત્યારે પહેલી વખત ઇન્ટરકોર્સ થાય એ સમયે તેને વજાઇનામાં બહુ પેઇન થાય છે અને એ મને સેક્સ કરવાની ના પાડે છે. આવું મારી બધી ગર્લફ્રેન્ડ સાથે બને છે. આ મારે લીધે થતું હશે કે પછી એ લોકોમાં કોઈ પ્રૉબ્લેમ હશે જેને લીધે તેમને પેઇન થતું હશે. મેં એક-બે ફ્રેન્ડને પૂછ્યું તો તેમનું કહેવું છે કે કે પેનિસની સાઇઝ મોટી હોય તો પણ આવું બને. મને ખબર નથી પડતી કે શું સાચું.

ત્યારે સવાલના જવાબમાં એક્પર્ટ કહે છે કે, સવાલમાં બે-ત્રણ સવાલ છે એટલે આપણે જરા વિગતવાર વાત કરીએ. સરખી ઉંમરની વાત હોય ત્યારે પેનિસ અને વજાઇનાની સાઇઝને કોઈ સંબંધ નથી હોતો. એ અંગના સ્નાયુની લચકતા જેવી હોય છે જે સાઇઝ મુજબ એ સ્નાયુ વર્તતા હોય છે.

બીજું, તમે જે કહો છો એ જોતાં એવી સંભાવના લાગે છે કે તમે ઇન્ટરકોર્સની બાબતમાં ઉતાવળા હશો એને લીધે પાર્ટનર ઉત્તેજિત થાય એ પહેલાં જ તમે ઇન્ટરકોર્સ શરૂ કરતા હશો. સેક્સ પહેલાં ફોર-પ્લેની ક્રિયા કરવી જરૂરી છે. અરસપરસ ગમતી જગ્યાએ હાથ ફેરવવા જેવી પ્રક્રિયાથી પુરુષનું પેનિસ ઉત્થાન થાય અને એવી જ રીતે વજાઇનામાં યોગ્ય ચીકાશ ઉત્પન્ન થાય જે પેનિસને દાખલ થવા દેવામાં સરળ કરી દે છે.

વધુમાં એક્પર્ટ જણાવે છે કે, પુરુષોએ સમજવાની જરૂર છે કે જેટલી મજા સફરમાં છે એટલી મજા મંજિલે પહોંચવામાં નથી. માટે જ સામેના પાત્રની આવશ્યકતાને સમજવી જરૂરી છે. નહિતર એવું બની શકે કે તમારા લગ્નજીવનમાં પણ આ જ પ્રશ્ન ઊભો થાય અને એ પછીથી મોટું સ્વરૂપ ધારણ કરે. ધીરજ સાથે અને સંયમથી સંબંધોમાં આગળ વધવું જરૂરી છે.

જમતાં પહેલા ઘણા લોકો એપિટાઇઝર તરીકે સૂપ પીએ એમ સંભોગ પહેલાં યોગ્ય ઉત્તેજના માટે સંવનનની પ્રક્રિયા જરૂરી છે. એનો આરંભ કરો અને અગત્યની વાત, બે-ચાર ફ્રેન્ડ હોવી અને એટલી ગર્લફ્રેન્ડ હોવી, એ બધી સાથે ફિઝિકલ રિલેશન હોવા અયોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *