બાઈક રેસિંગમાં થયો ગમખ્ત્વાર અકસ્માત: એકનું મોત, બીજા બાઈક ચાલકો પણ અથડાયા- જુઓ વિડીયો

Published on: 12:30 pm, Mon, 31 May 21

ઇટાલીમાં મોટોજીપી બાઇક રેસ દરમિયાન 19 વર્ષિય બાઇક રેસર જેસન ડુપ્સ્કવિઅરનું (Jason Dupasquier) અકસ્માત થયું અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું. મોટોજીપી રેસ સ્પર્ધાના આયોજકોએ રવિવારે કહ્યું હતું કે શનિવારે (28 મે) મુગેલો સર્કિટમાં ઇટાલિયન ગ્રાન્ડ પ્રિકસના ક્વોલિફાઇંગ સેશન દરમિયાન સ્વિસ મોટો 3 રાઇડર જેસન ડુપાસ્કાયરનું અકસ્માત બાદ મૃત્યુ થયું હતું.

એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ટ્રાન્સપોર્ટ કરાયુ
અકસ્માત પછી, ડુપાસ્કાયરને ફ્લોરેન્સની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. એરલીઇફ્ટ થયા પહેલા 30 મિનિટ સુધી તેની સારવાર પણ ટ્રેક પર કરવામાં આવી હતી, પરંતુ તે બચી શક્યો ન હતો. ડુપાસ્કાયર બાઇક પરથી નીચે પડી જતા બીજા બાઈક સવાર આયુમુ સાસાકીની બાઇક સાથે ટકરાઈ હતી.

આ ઘટનામાં આયુમુ સાસાકી અને જેરેમી અલ્કોબાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મોટોજીપીએ તેની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કહ્યું કે, “અમને એ જાણતાં ખૂબ જ દુઃખ થાય છે કે મોટો 3 માં ઇટાલિયન ગ્રાન્ડ પ્રિકસની બે સિઝન માટે ક્વોલિફાય થયા બાદ રાઇડર જેસન ડુપાસ્કિવિયર ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામ્યો.”

સોશિયલ મીડિયા પર મોત અંગેની માહિતી
આ ઉપરાંત આ ઘટનાની જાણ મોટો જી.પી. ના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ કરવામાં આવી હતી. મોટો જી.પી.એ લખ્યું, ‘જેસન ડુપાસસ્કાયરના મોતની જાણ થતાં અમને ખૂબ દુખ થાય છે. સમગ્ર મોટોજીપી પરિવારના વતી, અમે અમારા ડુપાસસ્કાયરની ટીમ, તેમના કુટુંબ અને પ્રિયજનોને સાંત્વના આપીએ છીએ. જેસન, તમારા આત્માને શાંતિ મળે. ‘

270 મોત અત્યાર સુધી નોંધાયા છે
જણાવી દઈએ કે મોટો જી.પી. માં અત્યાર સુધી 270 મોત નોંધાયા છે. અહીં, ત્રણ વખતના મોટો જી.પી. વર્લ્ડ ચેમ્પિયન જોર્જ લોરેન્ઝોએ જેસનના અવસાન પર ટ્વિટર પર તેમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, ‘હું જેસન ડુપાસસ્કાયરના પરિવાર, મિત્રો અને ટીમ પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કરું છું. રાઇડ ઇન પીસ જેસન. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.