ઘન્ય છે તમને: 1 દિવસના નવજાત બાળકને 108ની ટીમે સુરતથી જન્મતાના કલાકોમાં જ અમદાવાદ પહોચાડ્યું

Published on Trishul News at 8:01 AM, Sun, 4 November 2018

Last modified on November 4th, 2018 at 8:01 AM

સુરત: રાંદેરની એક મહિલાએ જન્મજાત હ્રદયના રોગથી પીડિત બાળકને જન્મ આપ્યો હતો, જેથી તેની સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. આમ તો 108 એમ્બ્યુલન્સને લોન્ચ કરવા પાછળનો હેતુ જ એ હતો કે તે લોકોને ક્રિટીકલ ટાઇમમાં મદદ પહોંચાડીને બચાવે.

આવી જ એક બનેલી ઘટનામાં રાંદેરના એક પરિવારે કટોકટીની પળોમાં 108 એમ્બ્યુલન્સની મદદ લીધી હતી. જેમાં નવજાત બાળકને 108ના સ્ટાફની સમયસુચકતાને કારણે બચાવી શકાયો હતો. જેની ચારેયકોર પ્રશંસા થઇ રહી છે.

ખાનગી એમ્બ્યુલન્સને બદલે 108ની મદદ લીધી

આર્થિક સ્થિત સારી ન હોવાથી પરિવારજનોને ખાનગી એમ્બ્યુલન્સના બદલે 108ની મદદ માંગી હતી. જેમાં 108ના ઉપરી અધિકારી સાથે વાત કરતા મંજૂરી આપી હતી. રાંદેર લોકેશનનની 108ના એમએમટી સબિર ખાન અને પાઈલોટ મુકુંદ તમામ તૈયારી કરી લીધી હતી.

તબીબોએ જણાવ્યું બાળકની હાલત ખૂબ જ નાજુક છે. રસ્તામાં પણ મૃત્યુ પામી શકે છે. જેથી 108ના કર્મચારીઓ દ્વારા સૂઝબૂઝથી કામ લઈને વેન્ટિલેટર સહિત તમામ સુવિધાનો પુરી પાડી એક દિવસના બાળકને 108માં અમદાવાદ હેમખેમ પહોંચ્યો હતો.

બાળકને શું તકલીફ

બાળકને હ્રદયની મુખ્ય ધમનીની દિશા ડાબી બાજુને બદલે જમણી બાજુ હોવાથી ઓક્સિજનવાળુ લોહી શરીરમાં પરિભ્રમણ થવુ જોઇએ તે ન થઇ શકતાં બાળકની હાલત બગડી હતી.

Be the first to comment on "ઘન્ય છે તમને: 1 દિવસના નવજાત બાળકને 108ની ટીમે સુરતથી જન્મતાના કલાકોમાં જ અમદાવાદ પહોચાડ્યું"

Leave a comment

Your email address will not be published.


*