પોલીસ દ્વારા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ, 11 પુરુષો અને 9 યુવતીઓની કરી ધરપકડ

ધોળા દિવસે શહેરમાં બંધ બારણાના અંધારામાં ચાલતાં દેહવેપારના ધંધા પર પાટણ પોલીસે અચાનક રેડ પાડી હતી.છેલ્લા ઘણા સમય થી પાટણ શહેર પોલીસને શહેરમાં ગેસ્ટ હાઉસમાં…

ધોળા દિવસે શહેરમાં બંધ બારણાના અંધારામાં ચાલતાં દેહવેપારના ધંધા પર પાટણ પોલીસે અચાનક રેડ પાડી હતી.છેલ્લા ઘણા સમય થી પાટણ શહેર પોલીસને શહેરમાં ગેસ્ટ હાઉસમાં મોટાપાયે દેહવ્યાપાર ચાલતો હોવાની ફરિયાદ મળી રહી હતી, જેના આધારે પોલીસે એક્શન પ્લાન બનાવી શહેરના અલગ અલગ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડવાનો કામગીરી હાથ ધરી હતી.

જેમાં પોલીસની ટીમે હાઉસ, વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ અને હાંસાપુરની નજીકના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. મહિલા પોલીસ સહિતની વિશેષ ટીમે આ દરોડા કામગીરી દરમિયાન કુલ 9 મહિલા અને 11 પુરુષોને ઝડપી હતા. જ્યારે બે આરોપીઓ ફરાર હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી, જેને પોલીસે કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *