11 ગામ એવા જ્યાં દરેક ઘરમાં એક વ્યક્તિ દિવ્યાંગ જોવા મળે છે, જનો તેની પાછળ નું રહસ્ય…

મધ્યપ્રદેશના પચગઈ ખેડા ના આગરાથી અંદાજે 20 કિમી દુર ગ્વાલિયર રોડ પર બરૌલી  બ્લોકના 11 ગામની 75% વસ્તી ફ્લોરાઈડ યુક્ત દૂષિત પાણી પીવા માટે મજબૂર…

મધ્યપ્રદેશના પચગઈ ખેડા ના આગરાથી અંદાજે 20 કિમી દુર ગ્વાલિયર રોડ પર બરૌલી  બ્લોકના 11 ગામની 75% વસ્તી ફ્લોરાઈડ યુક્ત દૂષિત પાણી પીવા માટે મજબૂર છે. આ જ પાણીના કારણે અહીંના ગામમાં ઘેર ઘેર એક દિવ્યાંગ છે. કોઈ હાથના ભાગે તો કોઈ પગના ભાગે અપંગ છે. ઘણા બાળકોના આંખની રોશની પણ આ પાણીના કારણે ઓછી થઈ રહી છે. પ્રશાસન હેડપમ્પો પર લાલ નિશાન લગાવીને પોતાની જવાબદારી પરથી આંખ આડા કાન કરી રહ્યા છે. પીવાનું પાણી વેચતી કંપનીઓ રોજ આ ગામોમાંથી બે લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે.

પચગઈ ખેડા ગામમાં સૂરજભાન નામની વ્યક્તિ મજૂરી કામ કરે છે. ક્યારેક કામ મળે છે, ક્યારેક ન પણ મળે. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ઘર ખર્ચ માટે પત્ની પણ મજૂરી કરતી હતી. મોટી દીકરી મંજૂ 10 વર્ષની છે, જે પગના ભાગે અંપગ છે. સૂરજભાનના જણાવ્યા પ્રમાણે, 4 વર્ષની ઉંમરથી તેને દિવ્યાંગતાની અસર આવવા માંડી હતી. તેની માતાને પણ હવે પગમાં દુખાવો રહે છે. આનાથી તેનું મજૂરી કામ પણ છૂટી ગયું છે. હોસ્પિટલ જાય તો ડોક્ટર તેલ માલિશ કરવાનું સૂચન આપી દે છે. આરોનું પાણી પીવા માટેના પણ પૈસા નથી પણ હવે દીકરીની વિવાહની ચિંતા છે.પટ્ટી પચગાઈના રહેવાસી રાજેન્દ્રના જણાવ્યા પ્રમાણે દૂષિત પાણી પીવાના કારણે સાંધામાં દુખાવો રહે છે. આંખો નબળી થઈ ગઈ છે. ડોક્ટરને બતાવ્યું તો તેને કહ્યું કે, આનો કોઈ ઈલાજ નથી. ભત્રીજાની આંખોની રોશની જતી રહી છે.

20 થી વધુ પરિવારો આ ગામ છોડી ચૂક્યા છે:

પચગાઈ ખેડા ગામના રહેવાસી રાજીવના જણાવ્યા પ્રમાણે દૂષિત પાણીના કારણે ત્રણ ગામના 20 વધારે પરિવારો ગામ છોડીને ચાલ્યા ગયા છે. રાજીવના જણાવ્યા પ્રમાણે, ખરાબ પાણીના કારણે ગામના યુવક-યુવતીઓના લગ્નમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.

2018માં શુદ્ધ પીવાલાયક પાણી માટે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું:

સરપંચ રાધેશ્યામના જણાવ્યા પ્રમાણે 2018માં ગામમાં શુદ્ધ પાણી માટે 4.18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જો કે, કામના નામે ફેબ્રુઆરીમાં ફક્ત 200 ફુટ ઊડું બોરિંગ કરવામાં આવ્યું છે. એ પણ બંધ હાલતમાં છે. 2022માં આ પ્રોજેક્ટ પુરો થવાનો છે. રાધેશ્યામના કહ્યાં પ્રમાણે, શુદ્ધ પાણી માટે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા એક આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો.

એક ગામમાં આર.ઓ.પ્લાન્ટ બાકીના ગામોમાં બહારથી પાણી સપ્લાય થાય છે:

પચગાઈ ગામના આરો પ્લાન્ટમાંથી એક ગામની અડધી આબાદી એટલે કે લગભગ 2000 પરિવાર પાણી પીવે છે. બાકીના અન્ય ગામોમાં બહારની કંપનીઓ પાણી સપ્લાઈ કરે છે. સમાજસેવી નરેશ પારસના જણાવ્યા પ્રમાણે,11 ગામોમાં કુલ 26,700ની આબાદી છે. જેમાં 12 હજારની આબાદી માટે આરો પાણી ઉપલ્બ્ધ છે. 20 લીટરનું એક કન્ટેનર 20 રૂપિયાનું મળે છે, જેનાથી આરો કંપનીઓને લાખો રૂપિયાનો નફો થઈ રાહીયો છે.

ગામના લોકો આ પરિસ્થિતિને શ્રાપ માની રહ્યા છે:

આ પાણીના પ્રાકૃતિક સ્ત્રોતના રૂપમાં 5 તળાવ હતા. આજે તેઓ નાળામાં બદલાઈ ગયા હતા. કુવાઓ ખતમ થઈ ગયા હતા. અહીંના પાણીમાં ફ્લોરાઈડની સમસ્યા 20 વર્ષથી વધુ સમયથી છે. અત્યાર સુધી ગામના લોકો તેને શ્રાપ માનીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા, પરંતુ વચ્ચે એક સર્વે થયો તો ખબર પડી કે પાણીમાં ફ્લોરાઈડ છે. નરેશ પારસે જણાવ્યું કે, આ માટે અમે કેન્દ્રીય બાળ આયોગ અને માનવાધિકાર આયોગને પણ પત્ર લખ્યો છે. બાળ આયોગે આ અંગે સીએમઓ આગરા અને ઉત્તર પ્રદેશ બાળ આયોગને નોટિસ મોકલીને 20 દિવસમાં તેનો રિપોર્ટ મોકલવા માટે કહે છે.

પાઈપલાઈનથી પાણી પૂરું પાડવાની તૈયારી:

આગરાના જિલ્લા અધિકારી એનજી રવિ કુમાર 20 વર્ષથી આ સમસ્યા હોવાની વાતથી ઈન્કાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. અમે તંત્રને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેના પૈસા પણ આવી ગયા છે. અમે પાઈપલાઈનથી પીવાનુંપાણીસપ્લાઈ કરીશું. જેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ અમે ગામની આ સમસ્યાનું સમાધાન લાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *