ગુજરાતની દિવ્યાંગ દીકરીનું સપનું થયું સાકાર, એક દિવસ માટે આ શહેરની બની કલેકટર

અમદાવાદ(Ahmedabad): ગઈ કાલે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને ફક્ત 11 વર્ષની દીકરી ફ્લોરા(Flora)એ કલેક્ટર(Collector) તરીકેની કામગીરી સંભાળી હતી. ફ્લોરાએ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા…

અમદાવાદ(Ahmedabad): ગઈ કાલે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને ફક્ત 11 વર્ષની દીકરી ફ્લોરા(Flora)એ કલેક્ટર(Collector) તરીકેની કામગીરી સંભાળી હતી. ફ્લોરાએ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી દીકરી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય તે રીતે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સરગાસણમાં રહેતી 11 વર્ષની દિવ્યાંગ દીકરી ફ્લોરાને આજથી 7 મહિના પહેલા તાવ આવ્યો હતો. ફ્લોરાની તબિયત નહીં સુધરતા અંતે તેણે રિપોર્ટ કરાવ્યા હતા અને આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, દીકરી ફ્લોરાને બ્રેઈન ટ્યુમર છે. 11 વર્ષીય ફ્લોરાનું સપનું કલેક્ટર બનવાનું છે. ફ્લોરાના માતા-પિતા એવું વિચારતા હતા કે હવે ફ્લોરાનું કલેક્ટર બનવાનું સપનું હવે કેવી રીતે પૂરું થશે? ત્યારબાદ એક એનજીઓ દ્વારા અમદાવાદ શહેરના કલેક્ટર સુધી આ સમગ્ર વાત પહોંચી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ફ્લોરાની કલેક્ટર બનવાની ઇચ્છાને અંતે પૂર્ણ કરી હતી.

માત્ર 11 વર્ષની ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બનવાની છે. તે વિશે જાણકારી મળતાની સાથે જ કલેક્ટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે તે રીતે ફ્લોરાનું બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજના વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને વિતરણ કર્યા હતા.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવતા કહ્યું હતું કે, 11 વર્ષની દીકરી ફ્લોરા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેને હાલમાં બ્રેઈન ટ્યુમરની બીમારી છે. ફ્લોરાનું એક માત્ર સપનું હતું કે તે કલેકટર બને. ત્યારે આજે તેની કલેકટર બનાવીને ઈચ્છા અંતે પૂર્ણ થઇ છે. સાથે-સાથે તેના સારા સ્વાસ્થ્ય માટે અમે સૌએ ભગવાનને પ્રાર્થના કરી છે. સંદીપ સાંગલેએ વધુમાં જણાવ્યું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગતો મળી હતી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરીને તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેક્ટર સંદીપ સાંગલેએ ફ્લોરાને પોતાની ખુરશી પર બેસાડીને તેને એક દિવસની અમદાવાદની કલેક્ટર બનાવવામાં આવી હતી. સાથે આગામી અઠવાડિયે ફ્લોરાનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *