સુરતમાં બિલ્ડીંગની સિલિંગ તૂટીને નીચે પડતા માસુમ બાળકી દબાઈ જતા મોતને ભેટી- કોણ જવાબદાર?

સુરત (ગુજરાત): સમગ્ર રાજ્ય (Gujarat) માં ગુનાખોરીનાં કેન્દ્ર સમાન સુરત (Surat) શહેર (City) માંથી હાલમાં એક દુઃખદ સમાચાર (Sad news) સામે આવ્યા છે. શહેરમાં આવેલ…

સુરત (ગુજરાત): સમગ્ર રાજ્ય (Gujarat) માં ગુનાખોરીનાં કેન્દ્ર સમાન સુરત (Surat) શહેર (City) માંથી હાલમાં એક દુઃખદ સમાચાર (Sad news) સામે આવ્યા છે. શહેરમાં આવેલ ભેસ્તાન (Bhestan) આવાસમાં ફરી એકવખત રમતી માસુમ વિદ્યાર્થિની પર બિલ્ડીંગની સિલિંગ તૂટી પડતા મોત (Death) ને ભેટી છે.

ગુરુવારની બપોરે બનેલી ઘટના પછી સ્થાનિક લોકો દ્વારા પાલિકા વિરુદ્ધ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. આની સાથે જ સામાજિક કાર્યકર્તા હનુમાનજી જણાવે છે કે, 6-8 મહિનામાં આ ત્રીજો અકસ્માત કહી શકાય છે. ખખડધજ બિલ્ડીંગના પોપડા પડવામાં કેટલાય લોકો તથા બાળકો ગુમાવવા પડ્યા છે.

સ્લેબ પડતાં ભાગદોડ મચી:
દીકરીના પિતા મહોમ્મદ ફારૂખ શેખ જણાવે છે કે, 11 વર્ષીય ગુલકશા ધોરણ-6 માં અભ્યાસ કરી રહી હતી તેમજ બપોરનાં સમયે અચાનક વરસાદ આવતા રમતા રમતા ઘર બાજુ આવી રહી હતી. અચાનક બિલ્ડીંગ નંબર-13 ની સિલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી ગુલકશા પર પડતા ભાગદોડ મચી જવા પામી હતી.

ગુલકશાને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી કે, જ્યાં ગુલકશાનું મોત નિપજ્યું હતું. તેઓ યુપીના રહેવાસી છે તેમજ તેમને કુલ 7 બાળકો છે. ગુલકશા 6 નંબરની દીકરી હતી. પહેલી પત્નીના 5 બાળક તેમજ બીજી પત્નીના 2 બાળકમાં ગુલકશા બીજી પત્નીની દીકરી હતી.

અવારનવાર દુર્ઘટના સર્જાતી હોવાની ફરિયાદ:
સામાજિક કાર્યકર્તા હનુમાન ઉર્ફે રમાકાત શુકલા જણાવે છે કે, 6 મહિનામાં જર્જરિત બિલ્ડીંગના સ્લેબ પડવાની ઘટનામાં અંદાજે 3 લોકોના મોત નીપજ્યા હોય એમ કહી શકાય છે. કેટલાક લોકો વારંવાર આવી ઘટનામાં ઘવાયા છે. જેને લીધે પાલિકાનું ઉદાસીન વલણ આવાસમાં રહેતા લોકો માટે જોખમી બન્યું છે. ન્યાય ન મળે તો આંદોલન કરીશું એવી ચીમકારી ઉચ્ચારાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *