માત્ર 12 વર્ષની ઉંમરે આ છોકરીએ ખરીદી B.M.W કાર, જાણો કયાંથી કમાય છે આટલા રૂપિયા

Published on Trishul News at 1:05 PM, Sat, 20 April 2019

Last modified on April 1st, 2020 at 1:37 AM

નેતહનાને 12મા બર્થ ડે પર પોતાને જ ગીફ્ટ કરી BMW કાર,3 વર્ષની ઉંમરથી જ યૂટ્યૂબ પરથી મેકઅપ કરવાનું શીખી, લંડન ફેશન શો 2018માં ભાગ લઈ ચૂકી છે. થાઇલેન્ડમાં આ રહેતી આ છોકરી દુનિયાની ટોપ ની મેકઅપ આર્ટિસ્ટ છે. જે સૌથી નાની ઉંમરે મેકઅપ કરે છે. આ છોકરી ફક્ત મેકઅપ નથી કરતી પરંતુ દુનિયા ના ઘણા સેલેબ્રેટીને પણ જાતે જ સજાવે છે. આ બાળકી એ નાની ઉંમરમાં જ ખુબ વધારે સિદ્ધિ હાંસલ કરી છે.

ટેલેન્ટ આગળ સૌ કોઈ પાણી ભરે છે. થાઈલેન્ડની 12 વર્ષની નેતહનાને પોતાની કમાણીમાંથી BMW કાર ખરીદી દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.નેતહનાન પ્રોફેશનલ મેકએપ આર્ટિસ્ટ છે. તે ફેશનેબલ મેકઅપની સાથે ભારતનું મેકઅપ પણ કરી જાણે છે. નેતહનાન લંડન ફેશન શો 2018માં ભાગ લઈ ચૂકી છે. ફેસબુક પર નેતહનાનનાં 80,000થી વધુ ફોલોઅર્સ છે. 9 એપ્રિલે તેનાં 12મા બર્થડે પર તેણે પોતાને જ BMW કાર ગીફ્ટ કરી હતી.ઉલ્લેખનીય છે કે,નેતહનાન 3 વર્ષની ઉંમરમાં જ યૂટ્યૂબ પરથી મેકઅપ શીખે છે.

આ બાળકીએ 3 વર્ષની ઉંમરમાં જ યુટ્યુબમાંથી વિડીયો જોઈ જોઈ ને મેકઅપ શીખી ગઈ હતી. અને જેમ જેમ સમય ગયો એટલે તેને પોતાની કલાને વિકસવા લાગી હતી. અને કોઈ મોટી ઉંમરની આર્ટિસર ના કરી શકે તેવા મેકઅપ તે નાની ઉંમરે જ કરી રહી છે. આ જોઈ ને ઇંગ્લેન્ડ માં તેને ખુબ જ મોટી સપર્ધામાં ભાગ લઇ ને મોટા મોટા ફેશન ડિઝાઇનરને પાછળ મૂકી દીધા હતા.

Be the first to comment on "માત્ર 12 વર્ષની ઉંમરે આ છોકરીએ ખરીદી B.M.W કાર, જાણો કયાંથી કમાય છે આટલા રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*