હાથરસ જેવી ઘટનાનું ગુજરાતમાં સતત બીજી વખત પુનરાવર્તન: 12 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ બાદ ગળું કપાયેલી હાલતમાં મળી આવી લાશ

Published on: 11:06 am, Sun, 18 October 20

રાજ્યમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક દર્દનાક ઘટના બનાસકાંઠાના દાંતીવાડામાંથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં એક સગીર યુવતીની હત્યા કરવામાં આવી છે, જેનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સગીરાનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર વિસ્તાર પોલીસે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં મળતી મહીતી અનુસાર, આ સગીરા દાંતીવાડા પંથકના મુકબધીરની હતી. આ સગીરા સાથે કંઈક અજુગતું થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ પછી સગીરાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ભાખર પાસે આ ઘટના બની છે. ઘટનાને પગલે દાંતીવાડા પોલીસની ટીમ દોડી ગઈ હતી. ગળુ કાપેલી સ્થિતિમાં સગીરાનો મૃતદેહ મળી આવતા પોલીસે અનેક દિશામાં તપાસ શરૂ કરી છે.

સગીરાના ઘરના વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા દિવસોથી આ સગીરા ગૂમ થઈ ગઈ હતી. ત્યાર બાદ હત્યા કરેલી સ્થિતિમાં એમનો મૃતદેહ મળી આવ્યો હતો. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઈના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે બળાત્કાર કરી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી. સમગ્ર ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

12 વર્ષની સગીરાની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું પોલીસબેડામાંથી જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને એક cctv ફૂટેજ મળ્યા છે. આ ફૂટેજમાં સગીરાને બાઈક પર બેસાડીને લઈ જતા યુવક જોવા મળે છે. આ સગીરા ડીસાથી ગૂમ થઈ ગઈ હતી. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પીડિતા ડીસાના સ્પોર્ટ્સ ક્લબ પાસે રહેતી હતી. દાંતીવાડા પોલીસે સમગ્ર ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે. ભાખર પાસેની અવાવરૂ જગ્યાએથી હત્યા કરેલી સ્થિતિમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળી આવી હતી.

ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પણ દોડી આવ્યા હતા. બાઈક પર સગીરાને લઈ જતો એક યુવક ફૂટેજમાં કેદ થયો છે. ભાખર ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાઈક પર સગીરાને લઈ જનાર કોણ છે, ક્યાં લઈ ગયો હતો અને કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનો ઉકેલ પોલીસ ટીમ શોધી રહી છે. કિશોરી સાથે યુવકના સંબંઘ અંગે પણ હજું સુધી રહસ્ચ અકબંધ છે. આ પહેલા જામનગરની યુવતી પર કુકર્મની ઘટના બનતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી હતી. રાજ્યમાં મહિલા પર થતા અત્યાચારની ઘટના દિવસે દિવસે વધી રહી છે. પણ જ્યારે આવી સ્થિતિમાં કોઈ મૃતદેહ મળી આવે છે ત્યારે પોલીસ માટે કોઈ કડી મળવી પણ મુશ્કેલ બને છે.

અત્રે ઉલેખનીય છે કે,  યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તે હાથ અને પગમાં ફ્રેક્ચર થયેલી હાલતમાં મળી આવી હતી. તેના હોઠ ઉપર ઘાવ હતા તો પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. ગંભીર હાલતમાં દવાખાને લવાયેલ યુવતીનો ઉપચાર કરનારા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, છોકરીના શરીર પણ ઘણા ઘાવ મળી આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેના શરીરમાં 3 ફ્રેક્ચર મળી આવ્યા છે. તેના ગુપ્તાંગમાં પણ મેજર ઇન્જરી જોવા મળી છે. માટે આ કોઇ એક્સિડન્ટની ઘટના નથી. યુવતી સાથે કાંઇક ખોટું થયાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle