આ મહિલાના ગર્ભમાં ઉછરી રહ્યા છે એકસાથે 13 બાળકો, જોઇને ડોકટરો પણ છે હેરાન

Published on: 3:50 pm, Thu, 23 June 22

કોઈ સ્ત્રી જોડિયા(Twins) બાળકોને જન્મ આપે તે તો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ હાલમાં મેક્સિકો (Mexico)માંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીં, જાણવા મળ્યું છે કે હાલમાં એક મહિલાના ગર્ભમાં એક સાથે 13 બાળકો ઉછરી રહ્યા છે. મહિલાએ આ પહેલા પણ એક વખત જોડિયા તેમજ બીજી વખત ત્રણ બાળકોને એક સાથે જન્મ આપ્યો હતો. જયારે હાલમાં તેના ગર્ભમાં એક સાથે 13 બાળકોનો ઉછેર થઈ રહ્યો છે.

આ અંગે મહિલાનો પતિ ફાયરમેન એન્ટોનિયો સોરિયાનોએ જણાવ્યું કે, તેમને પહેલાથી જ છ બાળકો છે. દંપતીએ બાળકોના ઉછેર માટે મદદ માગી છે. એન્ટોનિયો સોરિયાનો અને તેની પત્ની મારિત્ઝા હર્નાન્ડિઝ એક વખત ફરીથી માતા-પિતા બનાવાના છે. ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મહિલાના ગર્ભમાં એક-બે નહીં, પરંતુ એક સાથે 13 બાળકો ઉછરી રહ્યા છે.

મહિલા પહેલાથી જ છ બાળકોની માતા છે. જો આ 13 બાળકો સુરક્ષિત રીતે દુનિયામાં આવે છે તો કપલના કુલ 19 બાળકો થઈ જશે. તેથી કાઉન્સિલર ગેરાર્ડો ગ્યુરેરોએ લોકોને પરિવારની મદદ કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત કાઉન્સિલરે જણાવ્યું કે, એન્ટોનિયો છેલ્લા 14 વર્ષોથી ફાયર ફાયટર તરીકે સેવા આપી રહ્યો છે, પરંતુ તેને જે સેલરી મળે છે તેનાથી 19 બાળકોનો ઉછેર થઈ શકે તેમ નથી.

સામાન્ય રીતે ગર્ભમાં બે થી વધુ બાળકો હોય તો પણ ડિલિવરીમાં જોખમ રહે છે. જયારે આ કિસ્સામાં તો ડૉક્ટરે કહ્યું છે કે, તમામ 13 બાળકો સ્વસ્થ છે. એક સાથે ગર્ભમાં 13 બાળકોના ઉછેરની આ બાબાથી તો ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગેરાર્ડોએ કહ્યું કે એક સાથે આટલા બાળકોનો જન્મ થવો રેયર કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.