સ્પાની આડમાં ચાલી રહ્યો હતો દેહવ્યાપાર, 13 છોકરી અને 11 છોકરા એવી હાલતમાં હતા કે દ્રશ્યો જોઇને પોલીસ પણ શરમાઈ

હાલમાં પોલીસ દ્વારા એક મસાજ પાર્લર પર દરોડો પાડ્યો હતો અને સંદિગ્ધ અવસ્થામાં 13 છોકરીઓ અને 11 છોકરાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમીદાર દ્વારા…

હાલમાં પોલીસ દ્વારા એક મસાજ પાર્લર પર દરોડો પાડ્યો હતો અને સંદિગ્ધ અવસ્થામાં 13 છોકરીઓ અને 11 છોકરાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવી હતી કે, મસાજ પાર્લરની આડમાં શારીરિક વેપાર કરવામાં આવી રહ્યો છે.

પોલીસ દ્વારા સ્પા પાર્લરમાંથી સંદિગ્ધ હાલતમાં 13 છોકરીઓ અને 11 છોકરાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પકડાયેલી બે યુવતીઓ થાઇલેન્ડની હોવાનું કહેવાય છે. મહિલાઓને પોલીસ સ્ટેશને લાવીને દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્પાના સંચાલક સ્થળ પરથી ફરાર થઈ રહ્યા છે.

એટમ્સ મસાજ પાર્લર પોલીસ સ્ટેશનથી થોડેક દૂર હતું અને ત્યાં આવાં કર્યો ચાલી રહ્યાં હતાં. આ સેક્સ રેકેટ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને મહિલા સ્ટેશન પોલીસને સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. પોલીસે દરોડામાં સ્થળ પરથી અનેક વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી છે.

આ ઉપરાંત પોલીસને સ્થળ પરથી ઘણા મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. હવે તેમની સહાયથી પોલીસ આરોપીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રીની તપાસમાં વ્યસ્ત છે. પોલીસના જણાવ્યા મુજબ થાઇલેન્ડની મહિલાઓ પણ આ ગેંગમાં સામેલ હતી. જેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી આખા કેસનો ખુલાસો જલ્દી થઈ શકે.

મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જ્યોતિ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાતમીદારની બાતમી પર ક્રાઇમ બ્રાંચ અને મહિલા સ્ટેશન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં ઇન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસોમા ચોકડી પાસે શગુન આર્કેડ બિલ્ડિંગના બીજા માળે અમે એટોમ્સ સ્પા પાર્લર પર દરોડો પાડ્યો હતો.

અહીં પોલીસને અનૈતિક પ્રવૃત્તિ થતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા શંકાસ્પદ સંજોગોમાં સ્પા પાર્લરમાંથી 13 છોકરીઓ અને 11 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમાંથી બે થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *