જાણો સુરતમાં એવો ગંભીર અકસ્માત સર્જાયો કે ઘટના સ્થળે જ થયા 13 લોકોના મોત, જાણો જલ્દી…

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અનેક લોકોના મોત માર્ગ અકસ્માતમાં થવાં લાગ્યા છે. હવે તો થોડીવાર માટે એવું લાગે છે…

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અનેક લોકોના મોત માર્ગ અકસ્માતમાં થવાં લાગ્યા છે. હવે તો થોડીવાર માટે એવું લાગે છે કે, કોરોના કરતાં પણ વધુ ભયંકર માર્ગ અકસ્માત બની ગયાં છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

ગુજરાતના સુરતમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રકે કોસંબામાં 13 લોકોને કચડી નાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બધા લોકો મજૂર હતા અને તેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશળગઢના હતા. પાલોડગામ નજીક કિમ-માંડવી રોડ પર ગઈકાલે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ફૂટપાથ પર સૂતા પરિવાર ઉપર ચડી ગયો હતો. ઘટનાસ્થળે જ 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય ઘાયલનું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી.

મૃતક પૈકીના એક રાકેશ રૂપચંદ અકસ્માત સ્થળથી થોડે દૂર એક દુકાનમાં કામ કરતો હતો. તે દરરોજ દુકાન પાસેની કેબિનમાં સૂતો હતો, પરંતુ સોમવારે કેબીનમાં સૂવાને બદલે તે ફૂટપાથ પર કામદારો સાથે સૂઈ ગયો હતો અને ટ્રકની અડફેટે આવીને તેનું મોત નીપજ્યું હતું. ટ્રક સાથે ટકરાતાં 4-5 દુકાનનો શેડ પણ તૂટી પડ્યો હતો.

ટ્રેક્ટરને ટક્કર માર્યા પછી ડમ્પરે કાબુ ગુમાવ્યો:
મૂળ બાસવાડામાં આવેલ કુશલગઢના વતની તેમજ છૂટક મજૂરીકામ કરી રહેલ પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા 5 વર્ષથી પાલોદ નજીક રહે છે. આ દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આજુબાજુ કીમથી માંડવી બાજુ રહેલ ડમ્મર ચાલકે કીમ ચાર રસ્તા બાજુ જઈ રહેલ શેરડીથી ભરેલ ટ્રેક્ટરને ટક્કર મારી હતી.

ટ્રેક્ટરને ટક્કર માર્યા પછી ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલ ફૂટપાથ પર ચઢી જતાં સૂતેલા કુલ 20 શ્રમિકોને કચડી નાંખ્યાં હતા. ભર નિંદર, માણી રહેલ શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં કુલ 12 લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે કુલ 8 લોકોને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *