માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: FREE FIRE ગેમ રમતા 13 વર્ષના બાળકે કરી લીધી આત્મહત્યા- કારણ જાણીને ચોંકી જશો

આપણે સૌ અવાર નવાર કિસ્સાઓ સાંભળીએ છીએ કે, બાળકે ગેમની રમતમાં તેમની સાથે શું થઇ રહ્યું હોય છે તે તેમને પણ ખબર હોતી નથી. ત્યારે…

આપણે સૌ અવાર નવાર કિસ્સાઓ સાંભળીએ છીએ કે, બાળકે ગેમની રમતમાં તેમની સાથે શું થઇ રહ્યું હોય છે તે તેમને પણ ખબર હોતી નથી. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના…

મધ્યપ્રદેશમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના છતરપુર જિલ્લામાં ધોરણ 6 ના બાળકએ આત્મહત્યા કરી લીધી છે. FREE FIRE નામની ઓનલાઈન ગેમ રમતી વખતે આ બાળકે 40 હજાર રૂપિયા ગુમાવ્યા હતા. ત્યારબાદ તેણે આત્મહત્યાનું ભયાનક પગલું ભર્યું. પોલીસને બાળકે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સિવિલ લાઈન્સ વિસ્તારમાં સાગર રોડ પર રહેતો 13 વર્ષનો બાળક ક્રિષ્ના પાંડે મોબાઈલ પર FREE FIRE ગેમ રમતો હતો. તેના કારણે તેની માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લેવાયા હતા. જ્યારે માતાને આ વાતની ખબર પડી ત્યારે તેણે પુત્ર કૃષ્ણા પાંડેને ગેમ રમવાની ના પાડી દીધી હતી. 40 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ બાળક ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેના કારણે બાળકે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલી આ સુસાઈડ નોટમાં બાળકે તેના માતા -પિતાની માફી માંગી છે. આ ઉપરાંત, FREE FIRE ગેમમાં પૈસા ગુમાવવાનો ઉલ્લેખ છે. મળતી માહિતી અનુસાર, છોકરાના પિતા પેથોલોજી લેબ ચલાવે છે અને તેની માતા જિલ્લા હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં કામ કરે છે.

ઓનલાઇન ગેમ્સના મામલામાં હજારો રૂપિયા ગુમાવવાનો અને પછી આત્મહત્યા જેવું મોટું પગલું ભરવાનો આ કિસ્સો ખૂબ જ દુઃખદ છે. આ ઘટના બાદ બાળકના પરિવારમાં શોકનું વાતાવરણ છે. ડીએસપી શશાંક જૈને કહ્યું, ‘પોલીસે સુસાઈડ નોટ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ સાથે, બાળકો માટે રમતો રમવા અંગે એક સલાહ પણ બહાર પાડવામાં આવી છે. પોલીસએ પણ તપાસ કરી રહી છે કે શું તે પોતે રમત પર પૈસા ખર્ચી રહ્યો હતો કે અન્ય કોઈ તેને પૈસા માટે ધમકી આપી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *