‘સોને કી ચિડિયા’ તરીકે પ્રખ્યાત ભારતને મળ્યો ઇતિહાસનો સૌથી મોટો ખજાનો- ખજાનાની કિંમત એટલી છે કે…

Published on: 4:02 pm, Wed, 13 January 21

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. ‘સોને કી ચિડિયા’ નાં નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ભારતને અંગ્રેજોએ એટલી હદે લૂંટ્યો હતો કે, હવે તેનું સૌથી મોટું ઉદાહરણ SS ગેરસોપ્પા જહાજ છે પુરાતત્વ વિભાગે સમુદ્રની અંદર ડૂબેલા SS ગેરસોપ્પા જહાજને શોધી કાઢ્યું છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે દરિયામાં ડૂબ્યું હતું જહાજ : 
અહીં નોંધનીય છે કે, પુરાતત્વ ખાતા દ્વારા શોધવામાં આવેલ જહાજમાં કુલ 14 અરબ રૂપિયાની ચાંદી મળી આવી છે. આપને જણાવી દઇએ કે, જ્યારે SS ગેરસોપ્પા જહાજ ચાંદીની સાથે બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતના તત્કાલીન કલકત્તાથી બ્રિટન તરફ જઈ રહ્યું હતું ત્યારે જહાજ રસ્તામાં દરિયામાં ડૂબી ગયું હતું. જાણો ભારતના કિંમતી ખજાનાની સંપૂર્ણ કહાની..

દરિયામાં ડૂબ્યું જહાજ :
ડિસેમ્બર વર્ષ 1940 માં બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારતથી બ્રિટન જઈ રહેલ SS ગેરસોપ્પા જહાજનું બળતણ ખલાસ થઈ ગયું હતું. ભારતમાંથી ચાંદી લઇને S.S. ગેરસોપ્પા જહાજ બ્રિટનથી આયર્લેન્ડ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન, SS ગેરસોપ્પા શિપ પર જર્મન યુ બોટ પર હુમલો થયો હતો. જેને લીધે વહાણ દરિયામાં ડૂબી ગયું હતું.

કોણે શોધ્યો ખજાનો ?
ત્યારપછી વર્ષ 2011 માં, પુરાતત્ત્વીય વિભાગને SS ગેરસોપ્પા જહાજ સમુદ્રમાંથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ વહાણમાંથી કુલ 14 અબજ રૂપિયાની ચાંદી મળી આવી છે. આ કિંમતી ચાંદીની શોધ કરનાર ટીમ ઓડસી મરીન ગ્રુપના સંશોધનકારો જણાવતાં કહે છે કે, તેઓએ વહાણમાંથી અંદાજે 99% ચાંદી કાઢી ચૂક્યા છે.

ઓડિસી મરીન ગ્રુપના અધિકારી ગ્રેગ સ્ટેમ જણાવે છે કે, સમુદ્રમાં ડૂબી ગયેલ વહાણમાંથી ચાંદી મેળવવાનું ખૂબ અઘરું હતું. જહાજમાં ચાંદી નાના ડબ્બામાં રાખવામાં આવી હતી, ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.

કેમ જર્મનીએ કર્યો હતો હુમલો :
હકીકતમાં, જર્મનીએ આ એટલા માટે કર્યું હતું. કારણ કે, તે બીજા વિશ્વયુદ્ધ વખતે દરિયાઇ માર્ગેથી પસાર થતા બ્રિટનના વ્યવસાયને અટકાવવા માંગતો હતો. જેને કારણે તે નબળી પડી શકે. નોંધપાત્ર વાત એ છે કે, બ્રિટનના તત્કાલીન PM વિંસ્ટન ચર્ચિલ પણ આ જ ભયનો સામનો કરી રહ્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધ વખતે, યુરોપ તથા ઉત્તર અમેરિકાની વચ્ચે એટલાન્ટિક મહાસાગરનો મોટાભાગનો ભાગ જર્મન નૌકાદળ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈપણ દેશનું વહાણ જર્મન નૌકાદળની નજરથી બચી શક્યું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle