ધોરણ 10માં ભણતા 14 વર્ષના કિશોરને એવું તો શું દુઃખ આવી પડ્યું કે આણ્યો જીવનનો અંત- માતાએ કારણ જણાવતા કહ્યું…

Suicide in Dahegam: રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિધાર્થીએ પોતાનું જીંવ ટુંકાવ્યું છે. વાત કરવામાં આવે તો ગાંધીનગર…

Suicide in Dahegam: રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિધાર્થીએ પોતાનું જીંવ ટુંકાવ્યું છે. વાત કરવામાં આવે તો ગાંધીનગર (Gandhinagar) જીલ્લાના દહેગામ (Dahegam) શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા 14 વર્ષના કિશોરના માતા-પિતા તથા બહેન બજારમાં ગયા હતા તે સમય કિશોરે તેના ઘરના ઉપરના માળે જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે મૃતકના માતા પિતા દ્વારા તેની સ્કૂલના શિક્ષક સામે સતત ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હાલ આ અંગે દહેગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, દહેગામમાં હરિઓમ સોસાયટીમાં રહેતો અને શહેરની ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ચાલુ વર્ષે ધોરણ 10માં આવેલો વિદ્યાર્થી કેયુર ઉર્ફે કુશ પ્રવિણકુમાર અંબાડીયાના માતા, પિતા તથા બહેન ગઈકાલે સાંજે બજારમાં શાકભાજી લેવા ગયા હતા અને આ દરમિયાન કેયુર ઉર્ફે કુશએ ઘરના ઉપરના માળે જઈ હિંચકાની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા,પિતા તથા બહેન બજારમાંથી ઘરે આવ્યા ત્યારે કુશ ઘરમાં નહીં હોવાનું જાણવા મળતા તેમને ઉપરના માળે તપાસ કરતા કેયુર ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે ચઢતા તેઓના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

મહત્વનું છે કે, આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ અંબાડીયા તેમજ માતા જયાબેન અંબાડીયાએ કેયૂરની શાળાના નિકુંજભાઈ નામના શિક્ષક સામે આરોપ લગાવતા જણાવ્યું હતું કે કેયુર અભ્યાસમાં થોડો નબળો હતો.

જેને કારણે શિક્ષક વારંવાર અપશબ્દો બોલી કેયૂરનું ટોર્ચરિંગ કરતા હતા અને અન્ય વિદ્યાર્થીઓ પણ કેયુરની વારંવાર મજાક ઉડાવીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જયાબહેને વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગત તારીખ 6 મે સુધી મારો દીકરો શાળાએ ગયો હતો અને ત્યારબાદથી તે સતત તણાવમાં રહેતો હતો

વધુમાં ઉમેરતા કહ્યું કે, મારા દીકરાને શિક્ષક નિકુંજભાઈ અને બીજા વિદ્યાર્થીઓએ અવાર નવાર ધમકાવતા હતા શિક્ષક અને વિદ્યાર્થીઓની આ હેરાનગતિને લીધે માતા પિતા તે શિક્ષકને મળ્યા હતા અને જણાવતા કહ્યું હતું કે વર્તનથી દીકરો ડિપ્રેશનમાં સરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *