ટીચરે મોબાઈલ છીનવી લીધો તો 14 વર્ષની વિદ્યાર્થીનીએ આખી સ્કુલ સળગાવી દીધી- 20 બાળકીના મોત

Published on Trishul News at 2:08 PM, Sat, 27 May 2023

Last modified on May 27th, 2023 at 2:12 PM

14 year old girl set fire to school 20 killed, Guyana, South America: હાલમાં જ અત્યંત ચોકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. એક વિદ્યાર્થીની એ પોતાની શાળામાં આગ લગાવી દીધી હતી અને આ ઘટનામાં 20 લોકો જીવતા ભડથું થયા હતા. 14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તે શિક્ષક દ્વારા ફોન જપ્ત કરવાથી યુવતી ગુસ્સે થઇ હતી. ઘટના પહેલા તેણે આગ ચાંપી દેવાની ધમકી પણ આપી હતી. આ મામલો દક્ષિણ અમેરિકન દેશ ગુયાના (Guyana) નો છે.

અહેવાલ મુજબ, મહદિયા માધ્યમિક શાળા (Mahdia Secondary School) ની ગર્લ્સ હોસ્ટેલમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. થોડી જ વારમાં, આગ આખી શાળામાં ફેલાઈ ગઈ હતી. ઘણી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમાં ફસાયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં 20 લોકોના મોત થયા હતા.

આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 200 માઈલ દૂર સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. હવે આ મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે આગ લગાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીનો મોબાઈલ તેના શિક્ષકે જપ્ત કર્યો હતો. આ વાતથી તે નારાજ હતી. ગુસ્સામાં તેણે ભયજનક પગલું ભર્યું. યુવતી પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.

પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
પોલીસનું કહેવું છે કે, આરોપી વિદ્યાર્થીનીએ માત્ર એટલા માટે આગ લગાડી કારણ કે સ્કૂલ પ્રશાસને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને જપ્ત કરી લીધો હતો. વાસ્તવમાં, શાળા પ્રશાસનને જાણ થઈ હતી કે વિદ્યાર્થીની એક વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ જણાવ્યું કે, આરોપી યુવતીની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ટીચરે મોબાઈલ છીનવી લીધો તો 14 વર્ષની વિદ્યાર્થીનીએ આખી સ્કુલ સળગાવી દીધી- 20 બાળકીના મોત"

Leave a comment

Your email address will not be published.


*