બાપ દીકરીનાં સંબંધને લાંછન લગાડતો કિસ્સો – 14 વર્ષની દીકરીની સાથે પિતાએ જ વારંવાર આચર્યું દુષ્કર્મ અને

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી ઘણીવાર સ્ત્રીઓ સાથે થતાં માનસિક તેમજ શારીરિક અત્યાચારની ઘટનાઓ સામે આવતી હોય છે.…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી ઘણીવાર સ્ત્રીઓ સાથે થતાં માનસિક તેમજ શારીરિક અત્યાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.

સુરતમાં આવેલ કામરેજનાં દાદા ભગવાન મંદિરની નજીક રહેતી તેમજ મૂળ મહારાષ્ટ્રમાં આવેલ ધુલિયાની રહીશ નરગીસનાં લગ્ન વર્ષ 2005ની સાલમાં લિંબાયતનાં રમજાન લતીફ મન્સુરીની સાથે થયા હતાં. જે લગ્ન જીવન દરમિયાન નરગીસને કુલ 2 પુત્રી તથા 1 પુત્ર થઇને કુલ 3 સંતાનની માતાને વર્ષ 2013 ની સાલમાં પતિ રમજાને છુટાછેડા આપી દીધા હતાં.

ત્યારપછી નરગીસ ઉનમાં રહેતાં રઇશની સાથે પ્રેમલગ્ન કરીને કામરેજ ચોકડી નજીક રહેવા માંડી હતી. મૂળ રાજસ્થાનનાં પાલી વતનવી રઇશ લોકડાઉન દરમિયાન વતનમાં ફસાઇ જતાં બાળકોની સાથે એકલી રહેતી નરગીસ આંબોલી રહેવા માટે ગઇ હતી. ત્યારપ્ચું મે મહીનામાં રઇશ ગામથી પાછો આવી ગયો હતો.

ગત 24-6-2020 નાં રોજ નરગીસે પથરીની બીમારીનાં ઇલાજ માટે કુલ 2-4 દિવસ માટે કુકરમુંડા જવાની વાત કરતાં તેની માત્ર 14 વર્ષીય પૂત્રી ગભરાઇ ગઇ હતી. એકલી ન રહેવાનું જણાવીને સાથે લઇ જવાની જીદ કરતાં નરગીસેે જે અંગે કરેલ પૂછપરછમાં સગીરાએ પિતાની હેવાનિયતનો પર્દાફાશ કર્યો હતો.

તેણીએ જણાવતાં કહ્યું, કે ગત 19 જુનનાં રોજ નરગીસ ભાવનગર દવા લેવા માટે ગઇ હતી. આ દરમિયાન રાત્રીનાં સમયે સાવકા પિતાએ બળજબરીપૂર્વક સગીર પુત્રીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટનાની જાણ થયા પછી પરિસ્થિતિને પામી ગયેલ કામાંધ રઇશખાન લોકડાઉનનો લાભ લઇને ભાગી ગયો હતો.

પુત્રી સાથે થયેલ દુષ્કર્મથી અકળાયેલી માતાએ ઘણીવાર ફોન કર્યા પછી છેવટે પતિએ નફફટાઇપૂર્વક મેં મારું કરી લીધું છે, તું જાણે તેમજ તારું કામ જાણે, હવે તું તારી જિંદગી જીવી લેજે આવું જણાવ્યા પછી ઘણાં ફોન કર્યા પછી પણ પાછો ન ફરેલ પતિનાં કરતુતની અંતે કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે સગીર વયની પુત્રીને ડરાવી ધમકાવીને મારી નાંખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક ઘણીવાર શરીર સંબંધ બાંધીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદને આધારે પોલીસે સાવકા પિતાની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *