સાતમું ભણતી ‘સ્વનિર્ભર’ દીકરી સાયકલ પર ઘાયલ પિતાને બેસાડી 1600 કિમી દુર વતન પહોચી

એક 15 વર્ષની છોકરી સાયકલ પર પોતાના પિતાને બેસાડી ગુરુગ્રામ થી બિહાર સુધીની મુસાફરી કરી. લગભગ એક અઠવાડિયા સુધી પિતાને પાછળ બેસાડી સાયકલ ચલાવ્યા બાદ…

એક 15 વર્ષની છોકરી સાયકલ પર પોતાના પિતાને બેસાડી ગુરુગ્રામ થી બિહાર સુધીની મુસાફરી કરી. લગભગ એક અઠવાડિયા સુધી પિતાને પાછળ બેસાડી સાયકલ ચલાવ્યા બાદ છોકરી બિહારના દરભંગા પહોંચી.

લગભગ એક અઠવાડિયા હતી છોકરી ૧૬૦૦ કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી. આ છોકરી નું નામ જ્યોતિ કુમારી છે. પિતા મોહન પાસવાને ઘાયલ થવાના કારણે જ્યોતિને તેમણે બેસાડી આખા રસ્તે સાયકલ ચલાવવી પડી.

જ્યોતિ સાતમા ધોરણમાં ભણે છે. જ્યોતિએ કહ્યું કે મુસાફરી દરમિયાન તેને ડર લાગતો હતો કે પાછળથી કોઈ ગાડી ટક્કર ન મારી દે.

જ્યોતિ નું કહેવું છે કે તેને રાત્રે હાઇવે પર સાઇકલ ચલાવતા ડર ન લાગ્યો કારણ કે ઘણા પ્રવાસીઓ મજૂરો પણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. જોકે રોડ પર કોઈ ગાડી થી ટક્કર થવાને લઈને તે ચિંતામાં હતી.

પિતા અને દિકરી ૧૦ મેથી પોતાની યાત્રા શરૂ કરી. ૧૬ મેના રોજ તે પોતાના ગામ પહોંચી. મુસાફરી માટે તેણે ૫૦૦ રૂપિયામાં સાયકલ ખરીદી. એક ટ્રક ડ્રાઈવરે તેને દરભંગા પહોંચાડવા માટે 6 હજાર રૂપિયા માંગ્યા જે યુવતીના પિતા આપી ન શકતા હતા.

જ્યોતિના પિતા ગુરુગ્રામ માં રીક્ષા ચલાવતા હતા. પરંતુ lockdown ના કારણે તેમણે રીક્ષા માલિક પાસે જમા કરાવવી પડી. આ દરમિયાન તેને પગમાં વાગ્યું પણ ખરું.

દરભંગા પોતાના ગામડે પહોંચ્યા બાદ યુવતીને ઘરમાં આઇસોલેટ કરવામાં આવી છે ત્યારે પિતાને એક isolation સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યોતિએ કહ્યું કે પિતા પાસે પૈસા નથી વધ્યા. મકાનમાલિક પૈસા આપવા અથવા ઘર ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. ત્યારબાદ તેને સાયકલથી ઘરે આવવાનો નિર્ણય લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *