લગ્નની લાલચ આપી સતત 15 વર્ષ સુધી શારીરિક શોષણ આચરતો રહ્યો પ્રેમી- જાણો કયાની છે ઘટના

Published on: 5:27 pm, Thu, 29 July 21

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરના દરિયાપુરમાં રહેતી 40 વર્ષની મહિલાને તેના પ્રેમીએ લગ્નનો વાયદો આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ અનેકવાર મહીલા પર દુષ્કર્મ ગુજાર્યો. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 15 વર્ષથી લગ્નનો વાયદો આપીને શારીરિક શોષણ કરનારા પ્રેમી વિરુધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

15 વર્ષ પહેલાં દરિયાપુરમાં રહેતી સુરેખાનો મનીષ સાથે સંપર્ક થતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. બીજી બાજુ 2007માં મનીષે તેના જ સમાજની ઉન્નતિ સાથે લગ્ન કરી લેતાં સુરેખાએ મનીષ સાથેના સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. જોકે મનીષે તે સમયે કહ્યું હતું કે, હું પત્ની ઉન્નતિને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરીશ એવો ભરોસો આપ્યો હતો, જેથી સુરેખા તેની વાતોમાં આવીને મનીષ સુરેખાને શહેરની જુદી-જુદી હોટલોમાં લઈ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. જયારે, સુરેખા મનીષને લગ્ન કરવાની વાત કરે ત્યારે તે વાતો કરી તેને ભોળવી લેતો અને ખોટો ભરોસો આપતો રહેતો હતો.

સુરેખાએ એક દિવસ લગ્નની વાત કરી ત્યારે મનીષે હવે મારી પત્નીને છૂટાછેડા આપી જ દઈશ એમ કહી ભરોસો આપ્યો હતો. જોકે દિવસો વીતવા છતાં મનીષે લગ્ન ન કરતાં કંટાલીને સુરેખાએ લગ્નની લાલચ આપનાર અને તેના પર દુષ્કર્મ ગુજારતા પ્રેમી વિરુધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.