ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ 1500 જેટલા PAAS કાર્યકરો અને કરણીસેના આગેવાનો ભાજપમાં જોડાશે

Published on: 10:08 am, Thu, 24 November 22

ગુજરાત(Gujarat): ખેલ પાડવામાં માહિર ભાજપે ચૂંટણી ટાણે મોટો ખેલ પાડી દીધો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ(BJP)માં જોડાય ગયા હતા, પરંતુ તેમની આંદોલન સમિતિ PAAS ના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દુર રહ્યા હતા. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક જ PAAS કન્વીનર સાથે 1500 કાર્યકરો અને કરણી સેનાના આગેવાનો ભાજપમાં જોડાશે અને કેસરિયો ધારણ કરશે. આજ રોજ ગાંધીનગર(Gandhinagar) કમલમ ખાતે તેઓનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.

PAASના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે:
જો વાત કરવામાં આવે તો ગુજરાત ચૂંટણીને લઇને વધતા AAPના પ્રભાવ વચ્ચે ભાજપે માસ્ટર સ્ટોક માર્યો હોય તેવું દેખાઈ રહ્યા છે. જેમાં અમદાવાદ PAAS કન્વીનર જયેશ પટેલ, મધ્ય ગુજરાત PAAS કન્વીનર ઉદય પટેલ સહિતના કન્વીનરો ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે, PAAS કન્વીનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. બીજી બાજુ ભાજપથી જ નારાજ હતા તેવા કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત પણ કમલમમમાં આજે કેસરીયો ખેસ ધારણ કરશે અને ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે તેઓને કાર્યકરો માટે સ્વાગત કાર્યક્રમ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

PAAS કન્વીનર ભાજપમાં જોડાશે:
ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલ – પાસ કન્વીનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય), ઉદય પટેલ – પાસ કન્વીનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય), ધર્મેશભાઈ પટેલ – પાસ કન્વીનર, માણસા, યશ પટેલ – પાસ કન્વીનર, મહીસાગર જિલ્લો, રાધે પટેલ – પાસ કન્વીનર, ભરુચ જિલ્લો, બ્રિજેશ પટેલ – પાસ કન્વીનર, રાજકોટ, ભાવેશ પટેલ – પાસ કન્વીનર, ધ્રાંગધ્રા, મિલનભાઈ કાવર – પાસ કન્વીનર, હળવદ, હિલ પટેલ – પાસ કન્વીનર, ગારીયાધાર, જીતેન્દ્ર પટેલ – પાસ કન્વીનર, શહેરા, ડાહયાભાઈ પટેલ – પાસ અગ્રણી, ગોધરા, શૈલીન પટેલ – વરણામા વડોદરા પાસ, ક્રિષ્ણા પટેલ – પાસ કન્વીનર, વડોદરા, મૌલીક પટેલ – કન્વીનર – ઈડર, પાસ, મિત પટેલ – પાસ અને સોશીયલ મીડીયા કન્વીનર શૈલેષ પટેલ – પાસ આગેવાન, ઉંજા જોડાશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ 1500 જેટલા PAAS કાર્યકરો અને કરણીસેના આગેવાનો ભાજપમાં જોડાશે"

Leave a comment

Your email address will not be published.


*