નાણાપ્રધાનની જાહેરાત: ઓછા પગારવાળા કર્મચારીઓને 2 મહિના સુધી મળશે રાહત. જાણો વિગતે

15,000 paid employees will get relief for up to 2 months

કોરોના વાયરસના લીધે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનના લીધે દેશના અર્થતંત્રને મોટી નુકસાન જવાની આશંકા વ્યકત કરાઇ છે. તેની વચ્ચે સરકારની તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી રાહત આપી. તેમણે કહ્યું કે ગરીબ કલ્યાણ યોજનાની અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરાશે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર દેશ માટે 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. સરકાર પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઈપીએફ કન્ટ્રીબ્યૂશનની ચૂકવણી કરશે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર પીએફ કન્ટ્રીબ્યૂશન કંપનીના 12 ટકા અને કર્મચારીના 12 ટકા એટલે કે 24 ટકા સરકાર ભરશે. આગામી ત્રણ મહિના સુધી EPF સરકાર ભરશે. 100 કર્મચારીઓવાળી કંપનીને તેનો ફાયદો મળશે. 15 હજાર રૂપિયાથી ઓછા પગાર મેળવનરા કર્મચારીઓને ફાયદો થશે. 4 લાખથી વધુ સંસ્થાઓ અને 80 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે. જે અંતર્ગત અલગ અલગ જાહેર પ્રમાણે આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર 15 હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે.

તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. કોરોના કમાન્ડોઝ આ જંગને લડી રહ્યા છે. તેમને 15 લાખનો લાઇફ ઇન્શયોરન્સ અપાશે.

આ ઉપરાંત સરકારે પીએફ રકમ ઉપાડવાની શરતોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, કર્મચારી 3 મહિનાનો પગાર કે 75 ટકા રકમ, પોતાના પીએફ ખાતામાંથી ઉપાડી શકશે. તેનાથી 4.8 કરોડ લોકોને ફાયદો થશે.

કોરોના લાઈવ અપડેટ ગુજરાત

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: