સબંધીઓ સહીત 16 લોકોએ સાથે મળી 8 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ- જાણો વિગતે

16 people, including relatives, met with an 8-year-old girl

એક આઠ વર્ષની બાળકીનું ગુરૂવારના રોજ સંદિગ્ધ હાલતમાં મોત થઇ ગયું છે, જેની સાથે કેટલાક સંબંધિત સહિત ૧૬ લોકોએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ચેન્નાઈના વિલૂપુરમની છે.

પોલીસનું કહેવું છે કે છોકરી કેટલાક દિવસોથી પેટમાં દુખાવો અને તાવથી ઝઝૂમી રહી હતી. પરંતુ પોલીસે છોકરીના મૃત્યુની ઘટનાને સીઆરપીસી ની ધારા 174 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ ધારા સંદિગ્ધ સ્થિતિમાં મોત થયા પર લગાવવામાં આવે છે.

ધોરણ ત્રણ માં ભણતી છોકરી પોતાની મા, મોટી બહેન, સાવકા પિતા અને સાવકા ભાઈ સાથે રહેતી હતી. ગુરુવારની રાત્રે જ્યારે બાથરૂમમાં ગઈ તો તે પાછી ન આવી. બાદમાં માતાએ પડોશીઓની મદદથી દરવાજો તોડ્યો તો તે બેભાન હાલતમાં પડી હતી.

હોસ્પિટલે લઇ ગયા તો ડોક્ટરોએ છોકરીને મૃત જાહેર કરી. 2017માં છોકરીની મા પતિથી અલગ થઈ ગઈ હતી અને ચેન્નાઇ ચાલી આવી હતી. આ દરમિયાન તેણે બે દીકરીઓને પોતાના સંબંધીઓને ત્યાં મૂકી હતી.

જેને ગયાના એક વર્ષ બાદ છોકરીની માતા જ્યારે પાછી આવી તો તેને ખબર પડી કે દીકરીઓ સાથે યૌન શોષણ અને બળાત્કાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ મહિલાએ દીકરીઓને લઈ પોંડીચેરી ચાલી ગઈ અને એક સ્કૂલમાં એડમિશન કરાવી દીધું.

સ્કૂલમાં એક છોકરી જ્યારે અચાનક બેહોશ થઈ ગઈ તો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યારબાદ તેની સાથે બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો. ત્યારે ખબર પડી કે છોકરી સાથે કેટલાક સંબંધી સહિત અન્ય લોકોએ બે વર્ષ સુધી તેનો બળાત્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: