સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું

Published on: 2:53 pm, Thu, 23 June 22

સુરત(ગુજરાત): સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે વીધર્મી યુવકે તેને લગ્નની લાલચ આપી તેને ભગાડીને બે વાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે પોસ્કો દુષ્કર્મ અને એટ્રો સીટી એક્ટ ગુનો દાખલ કરી નરાધમ આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વરાછા ખાતે રહેતી દલિત પરિવારની સગીરાને પડોશમાં જ રહેતો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ઉપાડી ગયો હતો. સગીરાને પુણામાં ભાડેથી રાખેલા મકાનમાં લઇ જઇ બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. વરાછા પોલીસે આરોપી કરણ ઉર્ફે ઇસરાજ ખાનની ધરપકડ કરી હતી. વરાછા પોલીસ પાસે મળતી વિગતો પ્રમાણે વરાછામાં અર્ચના સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં યુપી-આગ્રાનો પરિવાર રહે છે.

આ દલિત પરિવારની ૧૫ વર્ષની દીકરી ગત તા. 19 તારીખે સવારે 10 વાગ્યાથી ગાયબ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે, સોસાયટીમાં જ રહેતો કરણ નામનો છોકરો પણ લાપતા છે. જેથી કરણ જ સગીરાને ભગાડી ગયો હોવાની આશંકા સાથે પરિવારજનોએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી

તપાસમાં કરણનું સાચું નામ ઇ સરાજ ઉર્ફે કરણ મોહંમદ જલીલ ખાન હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન કરણ ઉર્ફે ઇસરાજ તા. ૨૦મીએ સવારે ઘરે આવતા પરિવારજનો ચોંકી ગયા હતા. પોલીસે ઇસરાજની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસની ઊલટતપાસમાં ઇસરાજે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઇસરાજ દરજીકામ કરે છે. ઇસરાજ છેલ્લાં છ વર્ષથી સગીરા સાથે સંપર્કમાં હતો. એક જ સોસાયટીમાં રહેતા હોય તેઓ નિયમિત વાતચીત પણ કરતા હતા. ગત તા. 19 મીએ ઇસરાજે કોલ કરી સગીરાને ઘરની નીચે મળવા બોલાવી હતી. ઇસરાજ સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી પુણામાં સીતારામ સોસાયટી ખાતે ભાડેથી રાખેલા રૂમમાં લઇ ગયો હતો.

અહીં લગ્નની લાલચ આપી આરોપી ઇસરાજે સગીરા સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરા ને એકલી મૂકીને બીજા દિવસે તે ઘરે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે બળાત્કાર તથા પોક્સો અને એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધી ઇસરાજ ઉર્ફે કરણ મોહંમદ જલીલ ખાનની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.