જેલમાં ફેલાયો એટલો કોરોના કે 17000 કેદીઓને તાત્કાલિક છોડશે આ રાજ્ય

17,000 Maharashtra Prisoners To Be Out On Parole After Virus Cases In Mumbai Jail

કોરોનાને કારણે ગુજરાતમાં ઘણા કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા પરંતુ હવે મહારાષ્ટ્રના મુંબઈની આર્થર રોડ જેલમાં સેંકડો કેદીઓ કોરોનાના સપાટામાં આવ્યા બાદ જાગી ઉઠેલી મહારાષ્ટ્ર સરકારે હવે 17000 કેદીઓને પેરોલ પર છોડવાનુ નક્કી કર્યુ છે.

મહારાષ્ટ્ર સરકારે બનાવેલી ઉચ્ચ સ્તરીય ગૃહ ખાતાની કમિટીએ રાજ્યની જેલોમાંથી 17000 કેદીઓને હાલમાં છોડવાનુ નક્કી કર્યુ છે.મહારાષ્ટ્રના ના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યુ હતુ કે, જેમની પર ગંભીર કેસ ચાલી રહ્યા છે તેમને છોડવામાં નહી આવે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં લગભગ 11,000 કેદીઓને, જેની સજાની અવધિ સાત વર્ષથી ઓછી છે, તેઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ આ જ નિયમ હેઠળ ઘણા કેદીઓ મુક્ત થયા હતા.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું: “આર્થર રોડ જેલમાં લગભગ 185  કેદીઓ કોરોના ગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે 35,000 માંથી 17,000 કેદીઓને હંગામી પેરોલ આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ ચેપગ્રસ્ત ન થાય. જેલોમાં COVID-19 સાથે અને સામાજિક અંતર જાળવવામાં આવે છે. ”

નોંધનીય છે કે, આર્થર રોડ જેલમાં કેપેસીટી કરતા પાંચ ગણા વધારે કેદીઓ છે. હવે આ જેલમાં એટલા કેદીઓ કોરોનાના સસપાટામાં આવી ગયા છે કે, જેલમાં જ એક અલગ કોરોના વોર્ડ બનાવવાવો પડ્યો છે. જેલમાં કેદીઓ જ નહી કર્મચારી, અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: