હરિદ્વારથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 લોકો સહીત 17 મોતને ભેટ્યા

હરિયાણા (Haryana)ના રેવાડી(Rewadi) જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માત NH-48 પર ઓડી(Audi) ગામ પાસે થયો હતો. જ્યાં એક ક્રુઝર કાર(Cruiser car) રોડની…

હરિયાણા (Haryana)ના રેવાડી(Rewadi) જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માત NH-48 પર ઓડી(Audi) ગામ પાસે થયો હતો. જ્યાં એક ક્રુઝર કાર(Cruiser car) રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રક(Truck) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ક્રુઝર વાહનમાં સવાર 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. તે જ સમયે 12 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને બાવળના આરોગ્ય કેન્દ્ર(Health Center) અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ક્રુઝર કારમાં 17 લોકો સવાર હતા. ક્રુઝર કારમાં સવાર પરિવારના સભ્યો હરિદ્વારથી અસ્થીઓ પધરાવીને જયપુરના સામોદ ગામ પરત ફરી રહ્યા હતા. તે જ સમયે, અકસ્માતની માહિતી મળતા જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

પોલીસે જણાવ્યું કે રાજસ્થાનના જયપુરના સમોદ ગામનો એક પરિવાર સોમવારે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયો હતો. ક્રુઝર વાહનમાં પરિવાર અને સંબંધીઓ સહિત કુલ 17 લોકો સવાર હતા. પરત ફરતી વખતે રેવાડીના દિલ્હી-જયપુર હાઈવે પર મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે ઓઢી કટ પાસે પાર્ક કરેલા ટ્રક સાથે ક્રુઝર કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે ક્રુઝરના ફુરચા ઉડી ગયા હતા. મૃતકોની ઓળખ ભાનુરામ (35), મહેન્દ્ર (33), આશિષ (15), સુમા દેવી (35) અને ભોરી દેવી (95) તરીકે થઈ છે. તે જ સમયે, અકસ્માત બાદ, આરોપી ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હતો. હાઈવે પરથી પસાર થતા લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તે જ સમયે, પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *