30 દેશોની સૌથી સુંદર યુવતીઓને પાછળ છોડી દીધી આ અમદાવાદની યુવતીએ. જુઓ તસ્વીરો અહીં.

અમેરિકામાં લાસ વેગાસ ખાતે 16 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર ધરાવતી છોકરીઓ વચ્ચે ‘મિસ અર્થ કોમ્પિટિશન આયોજીત કરવામાં આવી હતી. આપણા દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત તો એ છે કે આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની 18 વર્ષીય લીઝા દુધિયા એ 30 જેટલા દેશોની બ્યુટી ક્વીન ગર્લ્સને પાછળ રાખી ‘મિસ અર્થ ક્વીન’નું ટાઈટલ અને ક્રાઉન પોતાના નામે જીત્યું.

લીઝા અમદાવાદમાં સોમલલિત નામ ની પ્રખ્યાત કોલેજમાં બી.કોમ કરે છે. તે રૅમ્પવૉકની તૈયારી માટે ઘરમાં હાઈહીલસ પહેરીને પ્રેક્ટિસ કરતી હતી. ‘મિસ ટીન એશિયા 2019’નું ટાઇટલ પણ લીઝા જીતી લીધું છે.

લીઝા:- પ્રેક્ટિસ માટે હું ઘરમાં હાઈહીલ પહેરીને ચાલતી હતી’

લીઝા અમદાવાદમાં સોમલલિત કોલેજમાં બી.કોમ કરે છે અને મોડલિંગ તેની હોબી છે. આ અંગે લીઝાએ કહ્યું કે, ‘આ કોમ્પિટિશન માટે હું છેલ્લા 6 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતી હતી. ખાસ કરીને રૅમ્પ પર હાઈહીલ પહેરીને વૉક કરવાનું હોય છે આથી હું ઘરમાં પણ હાઈહીલ પહેરીને ચાલતી જેથી મને તેની આદત પડી જાય અને હું સારી રીતે રૅમ્પ વૉક કરી શકું’.

અમેરિકામાં ચણિયાચોળી પહેરી રૅમ્પ પર ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવી
લીઝા દુધિયાને રૅમ્પ વૉક રાઉન્ડમાં ઈન્ડિયાનું ટ્રેડિશનલ વેર પહેરીને રૅમ્પ વૉક કરવાનો ટાસ્ક અપાયો હતો. લીઝા જેમ બીજા સ્પર્ધકોએ પોતાના દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા પહેરવેશ પહેરીને રૅમ્પ વૉક કર્યું હતું. જ્યારે લીઝાએ પણ ગુજરાતના ગરબામાં જોવા મળતી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને રૅમ્પ કર્યું.

બ્યુટી સિક્રેટ:

લીઝાએ પોતાની બ્યુટી વિશે કહ્યું કે, મારી બ્યુટી નું સિક્રેટ કોઈ કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટ નહીં પણ ખુબ જ પાણી અને હેલ્ધી વેજિટેરિયન ફૂડ લેવાનું છે. હું જંકફૂડ વીકમાં એક જ વખત ખાઉ છું નકર ખાતી પણ નથી. જો તમારે તમારી બ્યુટીને લાંબા સમય સુધી જાળવી રાખવી હોય તો નેચરમાં રહેલી શક્તિનો ઉપયોગ કરો.

 

View this post on Instagram

 

I think I just fell in love with this place ?❤️ @lafabuloso Thank you – @chirag_vala MUA – @shimolishah PC – @taswirstudio

A post shared by Liza Dudhiya (@liza_dudhiya) on

આ રીતે સિલેક્શન:

સૌપ્રથમ આ કોમ્પિટિશન રાજ્યકક્ષાએ અને ત્યાર બાદ રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ગર્લ્સ રાષ્ટ્રીયસ્તરની કોમ્પિટિશનમાં ક્વોલિફાય કરે છે. લીઝાએ રાજ્યકક્ષા અને આંતરાષ્ટ્રીયકક્ષા બંને કોમ્પિટિશનમાં વિનર બનીને લાસ વેગાસ ખાતે યોજાનારી આંતરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કોમ્પિટિશનમાં ભારતની જેમ 30 અન્ય દેશોમાંથી વિજેતા બનેલી બ્યુટી ક્વીન ભાગ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: