૧૯૮૪ના શીખવિરોધી આંદોલનનું કારણ શું હતું? શું ખરેખર કોંગ્રેસે હજારો શીખોને માર્યા? જાણો હકીકત

TrishulNews.com

ઘણા રાજનેતાઓના મોઢે તમે સાંભળ્યું જ હશે કે કોંગ્રેસે 1984માં લાખો શીખોનો કચ્ચરઘાણ વાળી દીધો. કોંગ્રેસે શીખોની લોહીની નદીઓ વહાવી વગેરે વગેરે. પરંતુ આ નિવેદનો પાછળ નું સત્ય હજી સુધી દેશવાસીઓ કદાચ જાણી શક્યા નથી. મોટા મોટા બરાડા નાખીને નેતાઓના ભાષણો લોકોને સાચા લાગવા લાગ્યા છે, પરંતુ આ પાછળ કોઈ રાજકીય નહીં, પરંતુ રાષ્ટ્રીય હિત ને કારણે આ હિંસા થવા પામી હતી. પરંતુ આ ઘટનાનું સત્ય કંઈક અલગ જ છે. આ ઘટના મૂળિયા છેક 1970ના દશકમાં દટાયેલા છે જે ઉપર આજે અમે પ્રકાશ પાડીશું.

હાલમાં જે રીતે નરેન્દ્ર મોદીનો દેશભરમાં દબદબો છે તે રીતે 1984 પહેલા ઇન્દિરા ગાંધીનો દબદબો કાયમ હતો. 1970ના દાયકામાં પંજાબમાં અકાલી રાજનીતિ માં ખેંચતાણ અને અસંતુષ્ટ અકાલીઓ એ અલગ પંજાબ ની માંગ શરૂ કરી. પંજાબને એક એવું રાજ્ય બનાવવા માંગતા હતા, જે જમ્મુ-કાશ્મીર જેવું રહે. કેન્દ્ર સરકાર માત્ર રક્ષા, વિદેશનીતિ, સંચાર માધ્યમ અને મુદ્રા પર જ અધિકાર રહે. બાકી તમામ અધિકારો રાજ્ય ને મળે. તેમની માંગ હતી કે પંજાબની રાજધાની ચંડીગઢ રહે. પંજાબી બોલતા ક્ષેત્રોને પંજાબમાં સામેલ કરવામાં આવે, પંજાબમાંથી વહેતી નદીઓ નો વહિવટ પણ પંજાબ પાસે જ રહે.

અન્ય અનેક એવી માંગ હતી જે કદાચ ભારત સરકારે તે વખતે માની લીધી હોત, તો આજે કાશ્મીર જેવી પરિસ્થિતિ ત્યાં પણ બની હોત. પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ હાલના પ્રધાનમંત્રી માફક અડગ રહીને રાષ્ટ્રપ્રેમની ભાવના રાખીને અલગાવવાદીઓ સામે પોતાનું મસ્તક નમાવ્યું ન હતું. અલગાવવાદી હોયતો યમુના ની નહેરો ને રોકવા માટે 1982માં “નહેર રોકો આંદોલન” કર્યું હતું.

Loading...

અકાલી દળ ભારતની રાજનીતિમાં મુખ્ય પક્ષ તરીકે આવવા માંગતું હતું અને માત્ર પંજાબ અને શીખોની વાત કરી રહ્યું હતું. જરનૈલ સિંહ નામના નેતા એ ત્યારે સરકાર પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધા અને ધર્મના નામ પર અને અન્ય રાજનૈતિક મુદ્દાઓને લઈને આક્રમક ભાષણ દેવા લાગ્યા અને શીખ સમુદાય ને આ વાત ગમવા પણ લાગી અને તેમને સમર્થન પણ મળવા લાગ્યું. આક્રમક વિચારધારા વાળો નેતા મળતા પંજાબમાં હિંસક ઘટનાઓ વધવા લાગી અને સપ્ટેમ્બર 1981માં પંજાબ કેસરી સમાચાર પત્ર ના સંપાદક લાલા જગત નારાયણ ની હત્યા કરી દેવામાં આવી જાલંધર, તરન તારન, અમૃતસર, ફરીદકોટ અને ગુરદાસપુરમાં અનેક હિંસક ઘટનાઓ થઈ અને અનેક લોકો ના મૃત્યુ થયા.

એક વખત તો પંજાબમાં હિંસા અને અલગાવવાદ એટલે સુધી પ્રસરી ગયો કે શીખ વિદ્યાર્થી સંઘના અમુક સભ્યોએ એર ઇન્ડિયાના વિમાન નું અપહરણ કરી લીધું હતું. 1983માં એપ્રિલ મહિનામાં હદ ત્યાં સુધી વટાવી ગઈ કે ધોળે દિવસે હરીમંદિર સાહેબ પરિસરમાં પંજાબ પોલીસના ઉપમહાનિરીક્ષક અટવાલ ને ગોળી મારી દેવામાં આવી. પોલીસનું મનોબળ નીચે પડી રહ્યું હતું. થોડા મહિના વીત્યા બાદ પંજાબ રોડવેજ ની એક બસમાં ઘુસેલા બંદૂકધારીઓએ જાલંધર નજીક કેટલાય હિન્દુઓ ને મારી નાખ્યા. આ ઘટના બાદ ઇન્દિરા ગાંધી સરકારે પંજાબમાંથી દરબારા સિંહની કોંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દીધી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધુ.

માર્ચ ૧૯૮૪ સુધીમાં હિંસક ઘટનાઓમાં 298 લોકો મળી ચૂક્યા હતા. ઇન્દિરા ગાંધી સરકાર સાથે અકાલી નેતા ઓ ને ત્રણ વખત વાતચીત થઈ ચૂકી હતી. છેલ્લી વાતચીત ફેબ્રુઆરી 1984માં પડતી મુકાઈ. જ્યારે હરિયાણામાં શીખો વિરોધ હિંસા થઈ 1 જૂન 1984ના રોજ સ્વર્ણ મંદિર પરિસર અને તેની બહાર મોરચો સંભાળી રહેલા સીઆરપીએફ વચ્ચે ગોળીબાર થયો.

૧ જુન ના રોજ જરનૈલ સિંહ, મેજર જનરલ સુભેગ સિંહ, અને શીખ સ્ટુડન્ટ ફેડરેશનને અમૃતસરના સુવર્ણ મંદિર પરીસર ને ફરતે મોરચો લગાવી લીધો હતો. મોટી માત્રામાં આધુનિક હથિયારો અને ગોળા-બારૂદ પણ એકઠો કરવામાં આવ્યો હતો. આ તમામ માહિતી સરકાર સુધી પહોંચી ગઇ હતી. 1985 માં આવનારી સામાન્ય ચૂંટણી પહેલા ઈન્દિરા ગાંધી આ સમસ્યાને ઉકેલવા માગતા હતા. કારણકે આ ઘટના દેશભરમાં વારંવાર ભય ઉભો કરી રહી હતી. અંતે તેમણે કઠોર નિર્ણય કરીને શીખવાની ભાવનાઓને ઠેસ પહોંચે કે ન પહોંચે તે જોખમ સાથે આ સમસ્યાનું નિવારણ કરવાનો નિશ્ચય કરી લીધો અને સેનાને “ઓપરેશન બ્લુ સ્ટાર” માટે મંજૂરી આપી દીધી.

2 જૂન ના રોજ અમૃતસર મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓએ આવવાનું શરૂ કરી દીધું હતું, કારણકે ત્રણ જૂનના રોજ ગુરુ અર્જુનદેવ નો શહીદ દિવસ હતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી એ દેશને સંબોધિત કર્યો ત્યારે સ્પષ્ટ હતું કે સરકાર આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે અને ભારત સરકાર ગમે ત્યારે કોઈ પણ કાર્યવાહી કરી શકે છે/ પંજાબ આવવા જવાવાળી રેલગાડીઓ અને બસ સેવા અને રોકી દેવામાં આવી હતી/ ફોન કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને વિદેશી મીડિયાને રાજ્ય બહાર કાઢી મુકવામાં આવ્યા હતા

૩ જૂને ભારતીય સેનાએ અમૃતસર પહોંચીને સુવર્ણ મંદિર પરિસરને ઘેરી લીધું અને સાંજ સુધીમાં શહેરમાં કરફ્યુ લગાવી દીધો હતો/ 4 જૂને સેનાએ અંદર રહેલા અલગાવવાદીઓને સરેન્ડર કરવા માટે ચેતવણી આપી અને પંદર મિનિટ માં સરેન્ડર કરવા માટે સૂચના આપી/ પરંતુ અંદર બેસેલા અલગાવવાદીઓને આ મંજૂર ન હતું અને તેઓ એના સાથે લડાઈ લડી લેવાના મૂડમાં હતા અને ભારતીય સેના અને અલગ દેશની માગણી કરી રહેલા લોકો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. ભીષણ ગોળીબાર વચ્ચે અકાલી મોરચો તમામ રીતે બરબાદ થઈ ગયો. સવર્ણ મંદિર ઉપર પણ ગોળીઓ લાગી હતી. કેટલીય સદીઓમાં જે કોઈ દિવસ ન થયું તે 6, 7 અને 8 જૂને થયું. વર્ષો બાદ સવારના સમયે મંદિરમાં કરવામાં આવતો પાઠ આ ત્રણ દિવસ દરમિયાન ન થયો, પરંતુ હિંસક ઘટનાક્રમ બન્યો.

આ ઘટનામાં ભારત સરકારે શ્વેતપત્ર બહાર પાડીને 83  સૈનિકો શહીદ અને 249 ઘાયલ થયા, તેમજ 493 ચરમપંથી અને નાગરિકો પામ્યા ઘાયલ થયા 1592 ની ધરપકડ કરવામાં આવી પરંતુ આંકડાઓ વિવાદિત રહેલા છે.

આ ઘટના બાદ 31 ઓક્ટોબરએ ઇન્દિરા ગાંધી ના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ કે જેઓ શીખ હતા તેમને શીખ સમુદાય ભડકાવ્યા અને ઇન્દિરા ગાંધી ને કારણે તેમના હજારો શીખ ના મૃત્યુ થયા છે, તેવી કાનભંભેરણી કરવામાં આવી. ઇન્દિરા ગાંધી ની હત્યા કરનાર તેમના બે અંગરક્ષક હતા. મુખ્ય આરોપી સજ્જનકુમાર કોંગ્રેસનો નેતા હોવાનું મીડિયા રીપોર્ટસમાં બહાર આવ્યું હતું.

તેઓમાં અમુક વાર લોકો નેતાઓ જન્મતા હોય છે હાલની તારીખે જે રીતે નરેન્દ્ર મોદી ભારતીયોના દિલમાં વસેલા છે. તેમ તે સમયે ઇન્દિરા ગાંધી ની હત્યા બાદ શીખ સમુદાયને ભારતવિરોધી માની લેવામાં આવ્યો અને પછી 1984માં શીખ અનુયાયીઓને દેખતા જ લોકો હિંસા પર ઉતરી આવતા હતા. સરકારી આંકડો માનીએ તો 3350 શીખ ની હત્યા થઇ હતી. પરંતુ બિન સરકારી આંકડો 8000 થી 17000નો છે.

આ હકીકત જાણ્યા બાદ આપે નિર્ણય કરવાનો છે કે જે તે સમયે ઇન્દિરા ગાંધી એ કરેલો નિર્ણય દેશી માટે કેવો હતો. આપનો પ્રતિભાવ આપ કોમેન્ટ માં જણાવી શકો છો…

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.