બે સરકારી બસ વચ્ચે સર્જાયો દર્દનાક અકસ્માત, એકસાથે 40 લોકોના દર્દનાક મોત અને 87 ગંભીર- વાંચો ક્યા બની ઘટના

Published on Trishul News at 9:56 AM, Mon, 9 January 2023

Last modified on January 9th, 2023 at 9:57 AM

અવારનવાર કાળજું કંપાવી દે તેવી અકસ્માત(Accident)ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે વધુ એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામી છે. આફ્રિકન(African) દેશ સેનેગલ(Senegal)માં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સેનેગલમાં બે બસ વચ્ચે અથડામણમાં 40 લોકોના મોત(40 people died) થયા છે અને 78 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સેનેગલ સરકારે દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સેન્ટ્રલ સેનેગલના કેફ્રીનમાં નેશનલ રોડ નંબર 1 પર વહેલી સવારે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સીઓ અનુસાર, આ દુર્ઘટના રવિવારે સવારે લગભગ 3.15 વાગ્યે સેન્ટ્રલના કાફરીનમાં કાફરીનમાં થઈ હતી. કહેવાય છે કે, કાફરીનમાં નેશનલ રોડ નંબર 1 પર બે બસો ટકરાઈ હતી. બે બસની ટક્કર બાદ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી, બંને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા અને તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ 40 લોકોને મૃત જાહેર કર્યા. અન્ય 78 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બસ મોરિટાનિયાની સરહદની નજીક આવેલા રોસો શહેરમાં જઈ રહી હતી.

એવું કહેવાય છે કે બસ કૈફ્રીનના ગનીબી ગામ પાસે પહોંચી હતી જ્યારે તે વિરુદ્ધ દિશામાંથી આવતી બસ સાથે અથડાઈ હતી. આ બસમાં 60 લોકોની બેઠક ક્ષમતા હતી. અકસ્માત સમયે બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. ઘટનાનું કારણ બસનું ટાયર ફાટવું હોવાનું કહેવાય છે.

આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સેનેગલના રાષ્ટ્રપતિ મેકી સેલે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. ગનીબી ગામ પાસે થયેલા આ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને કાફરીનની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કાફરીન પોલીસ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બંને બસોને રોડ પરથી હટાવી લેવામાં આવી છે. પોલીસનો દાવો છે કે નેશનલ રોડ નંબર એક પર અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવ્યા બાદ ટ્રાફિક ચાલુ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "બે સરકારી બસ વચ્ચે સર્જાયો દર્દનાક અકસ્માત, એકસાથે 40 લોકોના દર્દનાક મોત અને 87 ગંભીર- વાંચો ક્યા બની ઘટના"

Leave a comment

Your email address will not be published.


*