ગુજરાત: ધંધાર્થે જઈ રહેલ વેપારીઓની પીકઅપ વાનનો ટ્રક સાથે સર્જાયો ભયંકર અકસ્માત -આટલા લોકોના ઘટનાસ્થળે નીપજ્યા મોત 

રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થ્ત્સ હોય છે ત્યારે હાલમાં ફરી એકવાર રાજ્યમાં અકસ્માતને લઈ વડોદરા શહેરમાંથી…

રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થ્ત્સ હોય છે ત્યારે હાલમાં ફરી એકવાર રાજ્યમાં અકસ્માતને લઈ વડોદરા શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. ભરૂચ-દહેજ રોડ પર ટ્રક તથા પીકઅપ વાન વચ્ચે અકસ્માત ભયંકર અકસ્માત સર્જાયો હતો.

જેમાં કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે કુલ 3 લોકો ઇજાગ્રસ્ત થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો તથા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પૂરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે પીકઅપ વાનને ટક્કર મારી:
વેપારીઓ દહેજ ખાતે રવિવારી બજારમાં ધંધા માટે જવા માટે નીકળ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે જઇ રહેલ ટ્રકની ટક્કર થતા પીકઅપ વાન પલટી મારી ગઇ હતી. જેને કારણે પીકઅપ વાનમાં સવાર કુલ 5 લોકો પૈકી કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયાં હતા. જ્યારે કુલ 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેઓને સારવાર માટે ભરૂચમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને લોકોની સારવાર ચાલી રહી છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા:
ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તથા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *