અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર એકસાથે 25 ગાડીઓ અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત- જુઓ દ્રશ્યો

Published on Trishul News at 10:44 AM, Mon, 18 January 2021

Last modified on January 18th, 2021 at 10:44 AM

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અતિશય ઠંડીને લીધે જોવા મળતા ધુમ્મસને લીધે પણ ઘણીવાર અકસ્માત સર્જાતાં હોય છે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર રીતે અકસ્માત સર્જાયો છે.

એકસાથે કુલ 20થી 25 ગાડી એકબીજા સાથે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો છે. મળી રહેલ જાણકારી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફક્ત ગાડીઓને નુકસાન થયું છે. સમગ્ર રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને લીધે હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને લીધે ભયંકર અકસ્માત સર્જાયો છે.

જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યાં છે તેઓને હાલમાં 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને લીધે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું ન હોવાને લીધે ટોલ નાકે ઊભા રહેલા લોકોનું જણાવવું છે.

ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટી સાવ ઓછી હતી :
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે અંદાજે 20થી પણ વધારે ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને લીધે વિઝિલિબિટી પણ ઘટી જવાને કારણે વાહનચાલકોને જોવામાં પણ તકલીફ પડી હતી.

સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને લીધે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવા સમયમાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને લીધે વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આણંદમાં આવેલ તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર એકસાથે 25 ગાડીઓ અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત- જુઓ દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*