ભારતીય ખેલાડીઓ માટે ‘સોનેરી સોમવાર’ – 20 વર્ષના લક્ષ્યએ દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં બેડમિન્ટન (Badminton)માં પીવી સિંધુ(PV Sindhu) બાદના ગોલ્ડ મેડલ(Gold Medal) બાદ ભારત (India)ના ખાતામાં વધુ એક ગોલ્ડ આવ્યો છે. ભારતના…

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં બેડમિન્ટન (Badminton)માં પીવી સિંધુ(PV Sindhu) બાદના ગોલ્ડ મેડલ(Gold Medal) બાદ ભારત (India)ના ખાતામાં વધુ એક ગોલ્ડ આવ્યો છે. ભારતના યુવા શટલર લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમ્સ-2022માં વર્તમાન વિશ્વ ચેમ્પિયન લૂ કીન યુને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ રીતે ભારતે સિંગાપોર (Singapore)ને 3-0થી હરાવી કોમનવેલ્થ ગેમ્સની મિશ્ર ટીમ બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સેમિફાઈનલની પ્રથમ મેચમાં યોંગ કી ટેરી હી અને એન્ડુ જુન કિઆન વેકને 21-11, 21-12થી હરાવીને ભારતને લીડ અપાવી હતી. આ પછી બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર શટલર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સળંગ ગેમમાં સિંગલ્સ મેચ જીતી હતી. સિંધુએ 19મી ક્રમાંકિત જિયા મીન યેઓને 21-11, 21-12થી પરાજય આપ્યો હતો.

બધાની નજર લૂ અને કીન વચ્ચેની ત્રીજી મેચ પર હતી. વર્લ્ડ રેન્કિંગમાં સેન 10માં અને કીન 9મા નંબર પર છે. સેને આ મેચ 21-18, 21-15થી જીતી હતી. કીને પ્રથમ ગેમમાં પુનરાગમન કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સેને તક આપી ન હતી અને 21-18થી જીત મેળવી હતી. આ પછી બીજી ગેમમાં લક્ષ્યે 21-15થી જીત મેળવીને મેચ જીતી લીધી હતી.

જીત બાદ તેણે કહ્યું, ‘તે સારી મેચ હતી. હું જાણતો હતો કે કેવી રીતે રમવું અને મારી વ્યૂહરચના યોગ્ય હતી. હું ખુશ છું કે ભારત ફરી એકવાર ફાઇનલમાં પહોંચ્યું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *