જાહેર થઇ ગયું 2021 UPSC સિવિલ સર્વિસ પરીક્ષા નું ફાઈનલ રિઝલ્ટ- જાણો ઓલ ઇન્ડિયા ટોપ 10નું લીસ્ટ

Published on Trishul News at 3:26 PM, Mon, 30 May 2022

Last modified on May 30th, 2022 at 3:26 PM

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021(UPSC Civil Service final result 2021) નું અંતિમ પરિણામ જાહેર કરી દીધું છે. જે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. જાહેર થયેલા પરિણામો અનુસાર, શ્રુતિ શર્માએ પરીક્ષામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે ટોપ 3માં ત્રણ છોકરીઓ છે. છોકરાઓનું સ્ટોથાન ટોપ૩ માં નથી.

UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવી હતી. જેનું પરિણામ 29 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, મુખ્ય પરીક્ષા 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવી હતી. જેનું પરિણામ 17 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી ઇન્ટરવ્યુ 5 એપ્રિલથી 26 મે સુધી ચાલ્યા. હવે પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

UPSC CSE પરિણામ 2021: ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
પ્રથમ સ્થાન – શ્રુતિ શર્મા(Shruti Sharma)
બીજું સ્થાન- અંકિતા અગ્રવાલ(Ankita Agarwal)
ત્રીજું સ્થાન – ગામિની સિંગલા(Gamini Singla)
ચોથું સ્થાન – ઐશ્વર્યા વર્મા
પાંચમું સ્થાન – ઉત્કર્ષ દ્વિવેદી

છઠું સ્થાન – યક્ષ ચૌધરી
સાતમું સ્થાન – સમ્યક એસ. જૈન
આઠમું સ્થાન – ઈશિતા રાઠી
નવમું સ્થાન – પ્રીતમ કુમાર
દસમું સ્થાન – હરકીરત સિંહ રંધાવા

તમારું પરિણામ કેવી રીતે તપાસવું?
સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc ની ગવરર્મેન્ટ વેબસાઈટ ની મુલાકાત લો.
હવે હોમ પેજ પર દેખાતી સિવિલ સર્વિસીસ 2021 માટે પરિણામ લિંક પર ક્લિક કરો.
હવે પરિણામ તમારી સામે PDF સ્વરૂપે પ્રદર્શિત થશે.
આમાં, Ctrl + f દ્વારા તમારો રોલ નંબર શોધો.

PM મોદીએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું
સિવિલ સર્વિસ પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે ભારતની વિકાસયાત્રામાં નિર્ણાયક સમયે તેમની વહીવટી કારકિર્દી શરૂ કરી રહેલા આ યુવાનોને મારી શુભેચ્છાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જાહેર થઇ ગયું 2021 UPSC સિવિલ સર્વિસ પરીક્ષા નું ફાઈનલ રિઝલ્ટ- જાણો ઓલ ઇન્ડિયા ટોપ 10નું લીસ્ટ"

Leave a comment

Your email address will not be published.


*