વડોદરાના કોરોનાગ્રસ્ત 22 દિવસના બાળકે આપી કોરોનાને મ્હાત

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આ મહામારીની અસર તો નાના એવાં બાળકોમાં પણ જોવા મળતી…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આ મહામારીની અસર તો નાના એવાં બાળકોમાં પણ જોવા મળતી હોય એવી ઘણી ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

વડોદરા જિલ્લામાં આવેલ કરજણનાં ફક્ત 22 દિવસનાં બાળકે ગોત્રી હોસ્પિટલનાં પીડિયાટ્રીક વિભાગમાંથી કોરોનાને મ્હાત આપી છે. આ બાળકની માતાને કોરોના થતાં બાળક કોરોનાગ્રસ્ત થઈ ગયો હતો. જો કે, બાળક સારવાર પછી હવે કોરોના મુક્ત થઇને ઘરે પાછો ફર્યો છે. વડોદરા શહેરમાં આવેલ ગોત્રી કોવિડ હોસ્પિટલનાં પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા કુલ 6 મહિનામાં કુલ 74 કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી છે.

કુલ 74 કોરોના સંક્રમિત બાળ દર્દીઓમાંથી માત્ર 13 વર્ષની દિવ્યાંગ બાળકીનું મોત નીપજ્યું હતું. બાકીનાં કુલ 41 બાળ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તથા કુલ 11 બાળકોને ટ્રાન્ફસર કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ કુલ 21 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે, કોરોના સંક્રમણનાં શરૂના દિવસોમાં અમે બધાં જ નાના બાળ દર્દીને દાખલ કરતા હતા. ત્યારપછી સરકારની તબક્કાવાર આવેલ ગાઇડલાઇન મુજબ હવે બાળકોને હોમ આઇસોલેશનની વ્યવસ્થા આપવામાં આવે છે. જો, બાળકને ગંભીર લક્ષણ જણાઈ આવે તો એને હોસ્પિટલના કોવિડ પોઝિટિવ ICUમાં દાખલ કરવામાં આવે છે.

ગોત્રી હોસ્પિટલમાં] પીડિયાટ્રીક વિભાગનાં સહ પ્રોફેસર તથા કોવિડ વોર્ડનાં નોડેલ ઓફિસર રિતેશ પરમારે જણાવતાં કહ્યું હતું કે, કોવિડનાં મોટી ઉંમરના દર્દીઓ જેવી સારવાર નાના બાળકોને આપવામાં આવતી નથી. તેઓએ પેરાસિટામોલ, વીટામીન-C તેમજ ઝિંક જેવી દવાથી સારવાર આપતા જ તેઓ સાજા થઇ રહ્યા છે.

જે બાળકોમાં ACE-2 રિસેપ્ટર ખુબ જ ઓછા હોય, એનામાં કોરોના વાઈરસ પ્રવેશવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જેને લીધે  તેઓમાં કોરોનાની હળવી અસર જોવાં મળતાં તેઓ જલ્દીથી સાજા થઇ જાય છે. બાળપણમાં બધાં જ પ્રકારની રસી આપવામાં આવી હોય એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ સારી હોય છે.

તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસથી મૃત્યુદર ફક્ત કુલ 1-2%ની વચ્ચે હોય છે.  વડોદરાનો મૃત્યુદર કુલ 1.35% ગણી શકાય. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવાં માટે આવેલ કુલ 74 બાળકોમાંથી કુલ 3 દર્દી માત્ર 1 વર્ષની ઓછી ઉંમરના હતા.જેમાંથી એક બાળક તો ફક્ત 22 દિવસનું જ હતું. જે સ્વસ્થ થઇને ઘરે પાછું ફર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *