22 વર્ષની મહિલાને 17 વર્ષના છોકરા સાથે બંધાયા શારીરિક સંબંધ, અને પછી જે થયું…

ગજબ થયું આતો… એક 22 વર્ષની માતાને 17 વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મહિલા દાવો…

ગજબ થયું આતો… એક 22 વર્ષની માતાને 17 વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મહિલા દાવો કરી રહી છે કે ગત વર્ષ અમારા બન્નેના લગ્ન થઇ ચૂક્યા છે અને બન્નેની વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બન્યા હતા. મહિલાને તેનાથી એક પાંચ મહિનાની એક બાળકી પણ છે, જેણે કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી છે.

કોર્ટે શરૂઆતમાં 22 વર્ષીય મહિલાને પોતાની પુત્રીને ભાયખલા જેલમાં સાથે રાખવાની અનુમતિ આપી હતી. પોલીસે છોકરાની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે, જેમણે મહિલા પર પોતાના પુત્રને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, બન્નેના લગ્ન 8 નવેમ્બર 2017ના રોજ થયા હતા. ડિસેમ્બર 2017એ પોતાના નિવેદનમાં છોકરાની માતાએ કહ્યું કે, 23 નવેમ્બરે મહિલા પોતાના પેરેન્ટ્સ અને ભાઇની સાથે તેમના ઘરે આવી હતી.

મહિલાએ લગ્ન અને સહમતિથી શારિરીક સંબંધોનો કર્યો દાવો

તે દરમિયાન મહિલાએ દાવો કર્યો છે કે મેં તેમના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે તેમના ઘરમાં રહેવા માંગે છે. જ્યારે છોકરાના પેરેન્ટ્સે તેના પર આપત્તિ જતાવી તો મહિલાએ તેમણે અપશબ્દ કહ્યા અને પોતાની જાતને ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, મહિલાન ગયા પછી તેમના પુત્રએ પણ ઘર છોડી દીધું હતું અને પાછો ફરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમને દાવો કર્યો છે કે, મહિલાના બે વખત લગ્ન અને તલાક થઇ ચૂક્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, તેમનો પુત્ર અને મહિલા બે વર્ષથી સંપર્કમાં હતા અને ત્યારથી તેમના પુત્રનો વ્યવહારમાં ફેરફાર નોંધાયો હતો. છોકરાની માતાએ આરોપ લગાવ્યો કે તેમના પુત્રએ તેમને અને તેમના પતિને જણાવ્યું હતું કે, આરોપી મહિલા આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે જો તેને તેમનો પુત્ર ન મળ્યો તો..

આત્મહત્યાની ધમકી આપી રહી હતી મહિલા
તેમણે દાવો કર્યો છે કે, મહિલાએ પોતાની જાતે કેરોસીન છાંટીને અને કીટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેમણે દાવો કર્યો છે કે, આ કારણથી તેમનો પુત્ર માનસિક દબાણમાં આવી ગયો હતો અને તે દસમા ધોરણમાં ફેલ થયો હતો. ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ છોકરાની ઉંમર 21 અથવા તો તેનાથી વધુ અને છોકરીની ઉંમર 18 કે તેનાથી વધારે હોવી જોઇએ.

મહિલાએ આપી દલીલ
વકીલ ખાલિદ આજમીની સામે પોતાની જામીન અરજી દાખલ કરતા મહિલાએ પોતાના પતિ અને તેમની બહેનની ઉંમરના ગેપમાં વિસંગતિ તરફ ધ્યાન અપાવ્યું હતું. તેમણે કહ્યું કે, તે સંભવ નથી કે છોકરાની ઉંમર 17 વર્ષ 8 મહિના હોય.. જેવી રીતે તેની માતા દાવો કરી રહી છે, જ્યારે તેની બહેનની ઉંમર 18 વર્ષ હતી. મહિલાએ કહ્યું કે, હું અને તેમનો છોકરો બન્ને રિલેશનશિપમાં હતો અને અમારો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *