23ના મોતથી સમગ્ર ગુજરાત શોકમાં, ટ્યુશન સંચાલકની ધરપકડ અને બિલ્ડર ફરાર

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23નાં મોત થયા છે. જેથી આખુું ગુજરાત આજે સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્લાસીસ સંચાલક…

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23નાં મોત થયા છે. જેથી આખુું ગુજરાત આજે સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બિલ્ડર હજુ સુધી ફરાર છે. આગની ઘટનામાં 40થી વધુ લોકો માટે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતાં કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ મારી દીધી હતી.

ફાયરે પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળ‌વવા માટે પ્રયાસ કર્યો હતો. વધુમાં આ કોમ્પલેક્સમાં આગની જ્વાળાઓને બહાર નીકળતા માટે હવા-ઊજાસની કોઈ જગ્યા ન હતી. જેના કારણે લોકો ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવી જતા મોત થયા હતા. ચીફ ફાયર ઓફિસર પરિકે જણાવ્યું કે, 16 મૃતદેહો અમે બળેલી હાલતમાં હતા તેને બહાર કાઢ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પોલીસે લોકોનાં ટોળાં પર લાઠીચાર્જ પણ કર્યો હતો. પાસ દ્વારા શનિવારે સુરત બંધનું એલાન અપાયું છે.

આમની સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ

બિલ્ડર…

હરસુખ વેકરિયા અને તેમનો પાર્ટનર જિજ્ઞેશ સવજી પાગદાર જેમણે તક્ષશિલા બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે ચણી દીધો હતો અને ફાયર સેફ્ટીનાં સાધનો જ ન હતાં તેમની સામે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

કોચિંગ સંચાલક…

ભાર્ગવ બુટાણી ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવા છતાં તમામ નીતિનિયમોને નેવે મૂકી ક્લાસ ચલાવતો હતો. તેની સામે પણ આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

મહાપાલિકા…

કાર્યપાલક ઇજનેર ડીઆર ગોહિલ, તેમની જવાબદારી છે કે બિલ્ડિંગની તમામ સ્તરે નિયમિત ચકાસણી થાય. જે નહીં કરાતા આખરે ગેરકાયદે બિલ્ડિંગ આગને હવાલે થઈ. તેમની સામે કોઈ જ ગુનો નોંધાયો નથી.

ફાયર બ્રિગેડ…

ચીફ ફાયર ઓફિસર બી.કે. પરિકની જવાબદારી હતી કે ફાયર પોલિસીની ચકાસણી કરીને બિલ્ડિંગનું બીયુસી મંજૂર કરવું. આ ઉપરાંત એક તો બંબા સ્થળ પર અડધો કલાક બાદ પહોંચ્યાં તથા હાઇડ્રોલિક સીડી કે જાળ પણ ન હતી.

નજરે જોનારાનો લાઇવ રિપોર્ટ

3.55 વાગ્યે…

તક્ષશિલા એપાર્ટમેન્ટ પાસે આગથી બાળકોમાં અફરાતફરી
આગ ફેલાતા બીજા અને ત્રીજા માળે ચાલી રહેલા ટ્યુશન ક્લાસને પણ લપેટમાં આવી ગયાં હતાં.

3.57 વાગ્યે… 

બેહોશ મિત્રોને સળગતા જોઇ ચોથા માળેથી કૂદવા લાગ્યા
એન્ટ્રી – એક્ઝિટની પેસેજમાં આગના માહોલને જોઈ ગભરાયેલા બાળકો કૂદવા માંડ્યાં. લોકોએ ઝીલી લીધા.

4.40 વાગ્યે…

ફાયર બ્રિગેડ પહોંચી એ પણ અડધી તૈયારીઓ સાથે. ફાયર વિભાગને 4.03 કલાકે આગનો કોલ મળતા લાશ્કરો પહોંચ્યાં પણ અડધી તૈયારી સાથે.

આ રીતે ફાટી નીકળી આગ

કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલૅાડ થતાં આગ ભડકી હતી જેમાં જોત જોતામાં આખુ બિલ્ડિંંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *