અરે બાપ રે! ડોક્ટરને કોરોના થયો અને 20થી વધુ ડીલીવરી કરાવવા આવનાર મહિલાઓને થયો કોરોના

Published on Trishul News at 12:40 PM, Sat, 16 May 2020

Last modified on May 16th, 2020 at 12:40 PM

અમદાવાદ મનપા દ્વારા સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ ડીલીવરી માટે આવતી હોય છે. ડીલીવરી કરાવવા આવના  મહિલાઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બની હોવાનું જાણવા મળે છે. રસીકરણ વિભાગના મહિલા મેડિકલ અધિકારીને પણ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવતા ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 23 જેટલી ગર્ભમાંથી જન્મ આપનાર મહિલાઓેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ મહિલાઓને સારવાર માટે સિવિલ સહિતની અમદાવાદની અન્ય હોસ્પિટલમાં  ખસેડવામાં આવી છે.

શારદાબહેન હોસ્પિટલમાં પીપી યુનિટના મહિલા એમઓ ડૉ.આરતીબહેન  નાયક  કોરોના સંક્રમીત બન્યા છે. રસીકરણ વિભાગના હેડને કોરોના થતા તેની નીચે કામ કરતા સ્ટાફ અને ખાસ કરીને નાના બાળકોને રસીઓ મૂકવાનું કામ કરતો સ્ટાફ પણ સંક્રમીત બન્યો હોવાની શક્યતા રહેલી છે. આ વિભાગમાં બાળકોને રસી મૂકવાની કામગીરી થતી હોવાથી નાના બાળકોને  સંક્રમણ જોખમ વધ્યું છે.

મળતી માહિતી મુજબ શારદાબહેન હોસ્પિટલમાં દાખલ થયેલી શંકાસ્પદ લક્ષણો ધરાવતી 26 જેટલી બાળકને જન્મ આપનાર મહિલાઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી 23 મહિલાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

નવજાત બાળકોને રસી મૂકવાનું કામ કરતા રસીકરણ વિભાગના મેડીકલ ઓફિસર પણ કોરોના પોઝીટીવ આવતા બાબત ગંભીર બની ગઇ છે. નવજાત બાળકોના હિતમાં તથા બહારથી રસી મૂકાવવા આવતા બાળકોના હિતમાં  રસીકરણ વિભાગના સ્ટાફના પણ તાત્કાલિક ધોરણે સેમ્પલો લઇને તેઓને હાલમાં ‘હોમ કવોરેન્ટાઇન ‘કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

શારદાબહેન હોસ્પીટલમાં માર્ચ મહિનામાં એક કોરોનાના લક્ષણો વાળા દર્દી જ્યારે આવ્યા હતા, તો તેઓને ત્રણ કલાક લાઈનમાં ઉભા રાખ્યા  હતા અને તેઓને દાખલ કરવાને બદલે પરત મોકલી દીધા હતા. પછી તેઓ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેઓને દાખલ  કરાયા હતા. જ્યાં એક દિવસની ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ  નીપજ્યું હતું. તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "અરે બાપ રે! ડોક્ટરને કોરોના થયો અને 20થી વધુ ડીલીવરી કરાવવા આવનાર મહિલાઓને થયો કોરોના"

Leave a comment

Your email address will not be published.


*