આ યુવતીએ શેર કરી 126 કિલો માંથી 58 કિલો સુધી પહોંચવાની વાત, આ સત્ય જાણીને લાગશે નવાઈ.

એક 24 વર્ષની મહિલા પહેલીવાર નહીં, પરંતુ બીજીવાર 58 કિલો વજન ઓછું કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. ખાસ વાત એ છે કે,…

એક 24 વર્ષની મહિલા પહેલીવાર નહીં, પરંતુ બીજીવાર 58 કિલો વજન ઓછું કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. ખાસ વાત એ છે કે, તેનું વજન 126 કિલો પર પહોંચી ગયુ હતું, ત્યારબાદ તે સતત વજન ઓછું કરવાની સ્ટોરી સોશિયલ મીડિયા પર અપડેટ કરતી હતી.

એરિઆના ઓમિપી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડની વતની છે. થોડાં વર્ષો પહેલા પણ તે 58 કિલો વજન ઓછું કરવામાં સફળ રહી હતી, પરંતુ તે બીજીવાર મોટાપણાનો શિકાર બની ગઈ હતી.

પરંતુ, તેણે હાર ન માની અને ગૈસ્ટ્રિક બેંડ દ્વારા ફરીથી આશરે 58 કિલો વજન ઓછું કરી લીધું. એરિઆના વ્યવસાયે ડિજિટલ માર્કેટિંગ ડિરેક્ટર છે.

એરિઆનાએ જણાવ્યુ હતુ કે, તેને સતત ભૂખ લાગતી હતી. ત્યારબાદ તેણે ગૈસ્ટ્રિક સ્લીવ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે ફરીથી પોતાનું વજન 68 કિલો કરી લીધું.

2014માં તે માત્ર 11 મહિનામાં 126 કિલોમાંથી 68 કિલોની થઈ ગઈ હતી. એરિઆનાએ જણાવ્યુ હતુ કે, હવે તે સારું અનુભવી રહી છે કે ખાવાના પર તેનો કંટ્રોલ થઈ ગયો છે.

એરિઆનાએ કહ્યુ હતુ કે, પબ્લિકલી વજન ઓછું કરવાની તેની સ્ટોરી શેર કરવી શરૂઆતમાં થોડું ચેલેન્જિંગ રહ્યુ હતું.

તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, તે માત્ર શારીરિતરીતે જ નહીં, પરંતુ અન્ય ઘણા બદલાવો અનુભવી રહી છે અને હવે તે વધુ ખુશ અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *