ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ 250 કરોડનો દારૂ પકડાયો, જાણો વધુ

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

ગુજરાતમાં આમ તો દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ગુજરાત સરકારના આંકડા સાબિત કરે છે કે અહીં ખૂબ જ વધારે પ્રમાણમાં દારૂ પીવાય રહ્યો છે. પાછલા બે વર્ષમાં ગુજરાતમાં 254 કરોડનો દારૂ પકડાયો. એટલે કે દરરોજ ૩૪.૯૦ લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે. ગુજરાત વિધાનસભામાં સરકારે આ વાતની જાણકારી આપી.

સરકારે ચાલુ સદનમાં જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી નો કડક કાયદો છે આમ છતાં પાછલા બે વર્ષમાં રાજ્યમાં 15,40,454 લિટર દેશી, 1,29,59,463 બોટલ જેટલું વિદેશી તેમજ 17,34,792 જેટલી બિયરની બોટલો ઝડપાય. આ તમામ ની કુલ કિંમત 254 કરોડ રૂપિયા છે. ગુજરાતમાં સૌથી વધુ દારૂ સુરત, દાહોદ, અમદાવાદ અને વડોદરામાં પકડાઈ છે.

ગુજરાત સરકારે વિધાનસભામાં કબુલ્યું છે કે પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ લવાઇ રહ્યો છે. ગુજરાતમાં દરરોજ દેશી દારૂની ૧૮૧ અને વિદેશી દારૂની 41 બોટલ એમ કુલ 222 કેસ સામે આવ્યા છે. પાછલા બે વર્ષમાં દેશીદારૂના 1 લાખ 32 હજાર 415 અને વિદેશી દારૂના 29990 મામલાઓ સામે આવ્યા છે. આ કેસોમાં 1867 આરોપીઓ હજી પણ ફરાર છે.

Loading...

ગુજરાત સરકારે વિધાનસભામાં 254 કરોડનો દારૂ ઝડપાયાની વાત કરી છે. આંકડા સરકારી છે પરંતુ વાસ્તવમાં આનાથી પણ વધારે દારૂ પીવાય રહ્યો છે. ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી છે પરંતુ દારૂ પર પ્રતિબંધ મુકવા કોઇપણ જાતનો કડક કાયદો નથી. વાસ્તવમાં આ આંકડો 254 કરોડથી પણ બમણો હોય તો શંકા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.