ચૂંટણી કાર્ય કરવાની ના પાડનાર 26 શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી સંબંધી કાર્ય કરવાની ના પાડનાર ઓછામાં ઓછા 26 શિક્ષકો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાલઘર પોલીસ પ્રવક્તા હેમંતકુમાર કાતકરે બુધવારે જણાવ્યું…

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી સંબંધી કાર્ય કરવાની ના પાડનાર ઓછામાં ઓછા 26 શિક્ષકો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાલઘર પોલીસ પ્રવક્તા હેમંતકુમાર કાતકરે બુધવારે જણાવ્યું હતું કે, નાલાસોપરા વિસ્તારના એક સ્કૂલના શિક્ષકો ને મતદાન યાદી સુધારણા અને ચૂંટણી સંબંધી અન્ય કાર્યો માટે ગયા વર્ષે સ્થાનિક બથ સ્તરના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે આ શિક્ષકોને જુન 2018 થી આ વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી કાર્ય કરવાનું હતું. જોકે તેમણે કહ્યું કે આ વિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી એ પોલીસમાં ફરિયાદ કરાવી છે કે 26 શિક્ષકોએ આ કામ કર્યું નથી. પોલીસ પ્રવક્તા કાતકરે વધુમાં કહ્યું કે, ફરિયાદના આધારે આ શિક્ષકો વિરૂધ્ધ મંગળવારે લોકપ્રતિનિધિ અધિનિયમ ધારા 32(1) અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે.

ચૂંટણીપંચ અનુસાર મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણમાં ભણાવતા 50000થી વધુ શિક્ષકો હવે લોકસભા ચૂંટણી સંબંધિત કાર્ય નહીં કરે. મુખ્ય નિર્વાચન અધિકારી એ એન વલવી એ બુધવારે એક સર્ક્યુલર જાહેર કરીને ૧૦ અને ૧૨ ના શિક્ષકોને ચૂંટણી સંબંધી કાર્યો થી બહાર રાખ્યા છે. જેમની સંખ્યા અંદાજે 50 હજાર જેટલી છે મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના 10 થી 12 ના વિદ્યાર્થીઓ ની આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓનું આયોજન છે અને રાજ્યભરમાં 48 લોકસભા સીટ ની ચૂંટણી 4 ચરણમાં 11 એપ્રિલ થી 29 એપ્રિલ વચ્ચે આયોજીત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *