કોરોનાના નિયમોના ભંગ કરવા બદલ ચાર જ દિવસમાં નેતાઓ સિવાયના લોકો પાસેથી ગુજરાત પોલીસે ઉઘરાવી લીધા આટલા કરોડ

હાલમાં સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમ સામાન્ય જનતા માટે જ હોય તેવું લાગી રહ્યું છે. 6…

હાલમાં સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમ સામાન્ય જનતા માટે જ હોય તેવું લાગી રહ્યું છે. 6 એપ્રિલના રોજ સુરત ખાતે યોજાયેલ મીટીંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની માસ્ક સવારથી નાક નીચે હોવાનું જોવા મળી રહ્યું હતું. જોકે, કોરોના વચ્ચે ઘણા બધા નેતાઓની બેદરકારી સામે આવી છે, તેમ છતાં તેમને નિયમો લાગુ પડતા નથી જયારે સામાન્ય જનતા પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે.

4 દિવસોમાં જ ગુજરાતની જનતા પાસેથી પોલીસે કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન અને જાહેરમાં થૂંકવા બદલ નાગરિકો પાસેથી 2.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. PTI મુજબ બુધવારે ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ, 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી દંડ પેટે 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

4 દિવસમાં 2.66 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા
ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટ મુજબ, રાજ્યમાં કોવિડ-19થી સંબંધિત ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન રોજના એવરેજ 6600 લોકોને દંડ કરાયો હતો. અધિકારીના કહેવા મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન કરીને ફરતા અને જાહેરમાં થૂંકનારા 26761 લોકો પાસેથી આ 4 દિવસમાં 2.66 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા છે.

1300 લોકો સામે ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી અનુસાર, એડમિનિસ્ટ્રેશન દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે અપાયેલા આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 1300 લોકો સામે IPCની સેક્શન 188 હેઠળ ફરિયાદ પણ આ ચાર દિવસ દરમિયાન નોંધવામાં આવી છે. જ્યારે કોવિડ-19 સંબંધિત નિયમો તોડનારા અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 2410 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. ઉપરાંત ચાર મુખ્ય શહેરો, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2373 વાહનો જપ્ત કરવામાં આવેલા છે.

DGPનો પોલીસને નિયમોનું કડક પાલન કરાવવા આદેશ
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓને કોરોના વાયરસ સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાના આદેશ આપેલા છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *