દારુ સંતાડવા સુરતના બુટલેગરોએ ટેમ્પાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા

સુરત(ગુજરાત): હાલમાં સુરત પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ડીંડોલી પોલીસ દ્વારા સીમાડા ચેક પોસ્ટ જાહેર રોડ…

સુરત(ગુજરાત): હાલમાં સુરત પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ડીંડોલી પોલીસ દ્વારા સીમાડા ચેક પોસ્ટ જાહેર રોડ ઉપરથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દ્વારા કરવામાં આવતી હેરાફેરીને ઉઘાડું પાડી ત્રણ જણાને રૂપિયા 1 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા રૂપિયા 3.62 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક દારૂની હેરાફેરીના કુખ્યાત વોન્ટેડ આરોપીઓ દારૂનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા સરથાણા સીમાડા નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા શકમંદ ટાટા ટેમ્પોની તપાસ કરતા સામાન મુકવાની જગ્યા ઉપર ચોરખાના બનાવી દારૂની 827 નંગ બોટલોને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો એક લાખનો, મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ:
– ગોવિંદસીંગ જીતવારસીંગ યાદવ ઉ.વ.27, રહેવાસી- 106, ક્રિષ્નાનગર સોસાયટી સીતાનગરની બાજુમાં પુણાગામ સુરત મૂળગામ હુસેનપુર કુઠીયા પોસ્ટ સંતોષપુર થાના બસરેહર જિ. ઇટાવા
વિશ્વ ધનજીભાઇ પરમાર ઉ.વ.26, રહેવાસી- એસકે સદન બિલ્ડીંગ ફેટ નંબર 104 ભૈયાનગર પુણાગામ સુરત મૂળગામ ખરાટી તા.ધોળકા જિ. અમદાવાદ
અજય મોહનલાલ ટોક ઉવ.28, રહેવાસી- 106, ક્રિષ્નાનગર સોસાયટી સીતાનગરની બાજુમાં પુણાગામ સુરત મૂળગામ સૌજત તા.સૌજત જિ.પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *