ગુજરાતમાં ખેડૂતોની દિવાળી બગડી, અહીં 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક બગડ્યો

Sponsors Ads

આ વર્ષે ડાંગરના પાકને માફકસર વરસાદ આવ્યા બાદ જયારે ડાંગરના પાકનો ઉતારો લેવાની શરૂઆત થઇ છે. ત્યારે જ બગાડીયો વરસાદ શરુ થતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે 3 લાખ એકર જમીનમાં ઉભા ડાંગરના પાકને ખુબ નુકસાન થવાની ભીંતી વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ઉત્પાદન ધટવાની સાથે જ તેની કવોલીટી બગડતા ખેડુતોને કરોડો રૂપિયાનો ફટકો પડશે.

Sponsors Ads

ડાંગરના પાકમાં નુકશાન


Loading...

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અંદાજે 3 લાખ એકર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. ડાંગરના પાકને માફક આવે તેવો વરસાદ આવતા ખેડુતો ખુબ જ ખુશ હતા કે આ વર્ષે ડાંગરનો ઉતારો ખુબ સારો આવશે. પરંતુ લો પ્રેશર સિસ્ટમના કારણે બગાડીયો વરસાદ આવતા ખેડુતો ખુબ જ દુઃખી થઇ ગયા છે.

Sponsors Ads

કેમકે હાલમાં ચોમાસાની ઋતુ પૂરી થવાની સાથે જ ખેડુતો ખેતરોમાંથી ડાંગરના પાકનો ઉતારો શરૂ કરી દીધો છે. ત્યારે ભારે પવનની સાથે વરસાદ વરસતા ડાંગરનો પાક જમીનદોસ્ત થતા નુકસાનીની શરૂઆત થઇ જતા જગતનો તાત દુઃખી થઇ ગયો છે.

ડાંગરના પાકનું ઉત્પાદન અને ક્વોલીટી બગડશે

દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ (દેલાડ)ના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં કયાંક ને કયાંક વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ચોમાસાની ઋતુમાં લેવાતા ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીંતી છે. ડાંગરનો પાકમાં નુકસાન થતા ઉત્પાદન ઓછુ આવવાની સાથે ડાંગરના પાકની કવોલીટી પણ બગડશે. જેના કારણે ખેડુતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવુ પડે તેમ છે. જો વરસાદ ચાલુ જ રહેશે તો નુકસાન વધી શકે તેવી આશંકા છે. આથી જે જે ખેડુતોને નુકસાન થયુ છે.તેનો સર્વે કરાવીને ખેડુતોને વળતર ચૂકવવા માટે અમે રજુઆત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...