ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સ્વિમિંગ પુલની નીચેથી નીકળ્યું 3 કવિંટલ સોનું, હકીકત જાણીને ઓફિસરો પણ ચોંકી ગયા.

3 quintals of gold found from the swimming pool, and officers were shocked to find out the fact.

હજારો લોકો પાસેથી લોભામણી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર IMA ના સ્થાપક મન્સૂર ખાને સ્વિમિંગ પુલ ને સોના થી ભરી દીધો. તેને ત્યાંથી 5880 સોનાના બિસ્કીટ ના રૂપમાં 303 કિલો નકલી સોનું મળ્યું. આટલી મોટી સંખ્યામાં નકલી સોના ના બિસ્કીટ નો ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોશ ઉડી ગયા. આ ઘટના કર્ણાટકના બેંગ્લોર માં બનેલી છે.

બેંગ્લોરમાં 30 હજાર લોકો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા પડાવી લેનાર IMA ના સ્થાપક મન્સૂર ખાન ના ઘરે SIT દ્વારા રેડ પાડવામાં આવી હતી. તેના ઘરે છઠ્ઠા માળે બનેલા સ્વિમિંગ પુલ નીચેથી 303 કિલો નકલી સોના ના બિસ્કીટ મળી આવ્યા છે. આ સમગ્ર ઘટના માં વમીસ નામ ના એક વ્યક્તિનની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં બરોડાના સ્કેમ માં મુખ્ય આરોપી અને IMA જ્વેલર્સના સ્થાપક મન્સૂર ખાન ને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે એરપોર્ટ પર જ પકડી લીધો હતો.SIT એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરીને ઇન્ટરપોલ સુધીની બધી સંબંધિત એજન્સીઓને મન્સૂર ખાન ની તમામ જાણકારી આપી દીધી હતી.

મન્સૂર ખાન ઉપર 30 હજાર લોકોને ઢગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મન્સૂર ખાન એક મહિનો સુધી ફરાર થઈ ગયો હતો. ભલામણી સકીમો દ્વારા આટલુ બધું સોનું બતાવીને મન્સૂર ખાન રોકાણકારો પાસેથી પૈસા પડાવી લેતો હતો. મન્સૂર ખાન ઉપર 30 હજાર લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપટી જપ્ત કરી છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: